Western Times News

Gujarati News

‘AAP’ના સૌથી લોકપ્રિય નેતાને બનાવ્યા ગુજરાતના સહપ્રભારી

The most popular leader of 'AAP' was made the co-in-charge of Gujarat

અમદાવાદ,  આમ આદમી પાર્ટી ગુજરાતના પંજાબની તર્જ પર ચૂંટણી જીતવા માંગે છે. તે માટે હવે તે ગુજરાતમાં મોટો દાવ ખેલવા જઈ રહી છે. પંજાબમાં આમ આદમી પાર્ટીના મોટા ગજાના નેતાની ગુજરાતમા નિમણૂંક કરી છે.

પંજાબમાં આમ આદમી પાર્ટીની જીત જે નેતાને કારણે થઈ અને પંજાબમાં સહપ્રભારી રહેલા રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને ગુજરાતમાં મોટી જવાબદારી સોંપાઈ છે. આપના રાઘવ ચઢ્ઢાને ગુજરાતના સહપ્રભારી બનાવાયા છે. દિલ્લી, પંજાબ પછી ગુજરાતની જવાબદારી સોંપાઈ છે.

રાઘવ ચઢ્ઢા કુશળ રાજકીય નેતા અને ચૂંટણી મેનેજમેન્ટમાં એક્સપર્ટ ગણાય છે. યુવા નેતા રાઘવ ચઢ્ઢા યુવાઓની વચ્ચે ભારે લોકપ્રિય છે. આ પહેલા તેઓ દિલ્હી અને પંજાબમાં મહત્વની જવાબદારી નિભાવી ચૂક્યા છે. ત્યારે હવે આપે તેમને ગુજરાતમાં મોટી જવાબદારી સોંપી છે.

રાઘવ ચઢ્ઢાની એન્ટ્રી બાદ ગુજરાતના શહેરી અને ગ્રામીણ વિસ્તારો અને યુવાઓની વચ્ચે આમ આદમી પાર્ટી જાેરશોરથી ઉતરવાની તૈયારી કરી રહી છે. સૂત્રોનું કહેવુ છે કે, ગુજરાતને આમ આદમી પાર્ટીને સારો ફીડબેક મળી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.