સિંગાપોરના નાયબ વડાપ્રધાન ગાંધીનગરમાંઃ ફિનટેક કો-ઓપરેશન એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા
ગાંધીનગર ખાતે સિંગાપોરના નાયબ વડાપ્રધાન શ્રી લોરેન્સ વોંગ અને રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઇ દેસાઈની ઉપસ્થિતિમાં સિંગાપોરની મોનેટરી ઓથોરિટી અને ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસ સેન્ટર્સ ઓથોરિટીએ ફિનટેકમાં નિયમનકારી સહયોગ અને ભાગીદારીની સુવિધા માટે ફિનટેક કો-ઓપરેશન એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા
ગાંધીનગરની હોટલ લીલા ખાતે સિંગાપોરના નાયબ વડાપ્રધાન અને નાણામંત્રી શ્રી લોરેન્સ વોંગ અને રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઇ દેસાઈની ઉપસ્થિતિમાં સિંગાપોરની મોનેટરી ઓથોરિટી (MAS) અને ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA) એ આજે ફિનટેકમાં નિયમનકારી સહયોગ અને ભાગીદારીની સુવિધા માટે ફિનટેક કો-ઓપરેશન એગ્રીમેન્ટ (CA) પર હસ્તાક્ષર કર્યા હતા.
MASના મુખ્ય ફિનટેક અધિકારી શ્રી મોહંતીએ જણાવ્યું હતું કે, MAS સિંગાપોરને ગતિશીલ આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્ર તરીકે પ્રોત્સાહિત કરી નાણાકીય ઉદ્યોગના વિકાસમાં કામ કરે છે. આ એગ્રીમેન્ટ સિંગાપોર અને ભારતના બહુઆયામી વિકાસને વેગ આપશે. આ એગ્રીમેન્ટ MAS અને IFSCA ને વિવિધ નાણાકીય વિષયોની યોગ્યતાનું મૂલ્યાંકન કરવાની પણ મંજૂરી આપશે.
MAS સાથેની ભાગીદારીને આવકારતા IFSCA ના મુખ્ય ટેક્નોલોજી અધિકારી શ્રી જોશીએ કહ્યું, આ કરાર એ વોટરશેડ ક્ષણ છે જે ફિનટેક બ્રિજને સિંગાપોરમાં ભારતીય ફિનટેક માટે લોન્ચ પેડ તરીકે અને સિંગાપોર ફિનટેક માટે ભારતમાં લેન્ડિંગ પેડ તરીકે સેવા આપવા માટે, રેગ્યુલેટરી સેન્ડબોક્સનો લાભ લે છે. ગ્લોબલ રેગ્યુલેટરી સેન્ડબોક્સ દ્વારા યોગ્ય ઉપયોગના કેસોમાં વૈશ્વિક સહયોગની શક્યતા ફિનટેક ઇકોસિસ્ટમ માટે એક આકર્ષક તક છે.
આ પ્રસંગે મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, એન.એસ. ઈ. ના સી.ઈ.ઓ શ્રી આશિષ ચૌહાણ, ગિફ્ટ કંપની લિ.ના ચેરમેન શ્રી શ્રીનિવાસ, ગિફ્ટ કંપની લિ.ના એમ. ડી શ્રી તપન રે સહિત સિંગાપોર વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.