Western Times News

Gujarati News

મેનકાઇન્ડ ફાર્માએ સેબીમાં DRHP ફાઇલ કર્યું 

નાણાકીય વર્ષ 2021-22માં વેચાણના વોલ્યુમની દ્રષ્ટિએ ભારતની બીજી સૌથી મોટી અને સ્થાનિક વેચાણની દ્રષ્ટિએ ચોથી સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપની મેનકાઇન્ડ ફાર્મા લિમિટેડએ બજાર નિયમનકારક સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (“સેબી”)માં એનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (“ડીઆરએચપી”) દાખલ કર્યું છે.

કંપનીના આઇપીઓમાં પ્રમોટર્સ અને હાલના રોકાણકારો સહિત વિક્રેતા શેરધારકો દ્વારા 40,058,884 ઇક્વિટી શેરના વેચાણની ઓફર સામેલ છે. તેમાં દરેક ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ ₹ 1 છે.

કંપની વિવિધ તીવ્ર અને લાંબા ગાળાની સારવારમાં વિવિધ ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશનની રેન્જ તેમજ કેટલાંક કન્ઝ્યુમર હેલ્થકેર ઉત્પાદનો વિકસાવે છે, એનું ઉત્પાદન કરે છે અને માર્કેટિંગ કરે છે.

વેચાણ માટેની ઓફરમાં રમેશ જૂનેજાના 3,705,443 ઇક્વિટી શેર, રાજીવ જૂનેજાના 3,505,149 ઇક્વિટી શેર, શીતલ અરોરાના 2,804,119 ઇક્વિટી શેર (“સંયુક્તપણે “પ્રમોટર વિક્રેતા શેરધારકો”), કેઇર્નહિલ સીઆઇપીઇએફ લિમિટેડના 17,405,559 ઇક્વિટી શેર, કેઇર્નહિલ સીજીપીઇ લિમિટેડના 2,623,863 ઇક્વિટી શેર, બીજ લિમટેડના 9,964,711 ઇક્વટી શેર અને લિન્ક ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટના 50,000 ઇક્વિટી શેર (“સંયુક્તપણે “રોકાણકાર વિક્રેતા શેરધારકો”) સામેલ છે.

કંપની સ્થાનિક બજાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પરિણામે ભારતમાં કામગીરીમાંથી એની આવક એની કુલ આવકમાં નાણાકીય વર્ષ 2021-22માં 97.60 ટકા હિસ્સો ધરાવતી હતી, જે આઇક્યુવિયા દ્વારા ઓળખ કરાયેલા હરિફો વચ્ચે સૌથી વધુ આવક પૈકીની એક હતી.

ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે – કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ, આઇઆઇએફએલ સીક્યોરિટીઝ લિમિટેડ, જેફરીઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને જે પી મોર્ગન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.