ભારતમાં હાઉસિંગ સેક્ટર માટે 10000 કરોડનું ફંડ
નવી દિલ્હી : સરકારે રિયલ એસ્ટેટ સેક્ટરને મોટી રાહત આપવાનો નિર્ણય કર્યો છે. આનાભાગરુપે કેબિનેટે ૧૦૦૦૦ કરોડ રૂપિયાના સ્પેશિયલ ફંડને મંજુરી આપી દીધી છે. આનાથી હાઉસિંગ સેક્ટરમાં નવા પ્રાણ ફૂંકાઈ શકે છે. નાણામંત્રી નિર્મલા સીતારામને (Finance Minister Nirmala Sitharaman approved 10000 cr INR special fund for housing sector) કહ્યું છે કે, સરકાર એક સ્પેશિયલ ફંડ બનાવી રહી છે
જેમાં સરકાર ૧૦૦૦૦ કરોડનું યોગદાન આપશે. અત્રે નોંધનીય છે કે, મંગળવારના દિવસે જ નાણામંત્રીએ કહ્યું હતું કે, હવે આર્થિક સુધારાઓના પગલાઓને ખુબ ઝડપથી લેવામાં આવનાર છે. સરકાર એક સ્પેશિયલ ફંડ બનાવવા જઈ રહી છે જેમાં સરકારનું યોગદાન ૧૦૦૦૦ કરોડનું રહેશે.
આમા અન્ય અનેક સંસ્થાઓને સામેલ કરવામાં આવશે. તમામને ગણીને ૨૫૦૦૦ કરોડ રૂપિયાનો ફંડ રહેશે. આમા એસબીઆઈ અને એલઆઈસી (State Bank of India & LIC) શરૂઆતમાં સામેલ થશે અને આગળ ચાલતા અન્ય સંસ્થાઓ પણ આની સાથે જાડાશે. ત્યારબાદ ફંડની રકમ વધારવામાં આવી શકે છે.
નાણામંત્રીએ કહ્યું હતું કે, આ ફંડ દ્વારા એક એકાઉન્ટમાં પૈસા નાંખીને અપૂર્ણ પ્રોજેક્ટોને લાભ આપવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, શરૂઆતમાં આ એકાઉન્ટ એસબીઆઈની પાસે રહેશે. સીતારામનના કહેવા મુજબ સ્પેશિયલ ફંડને લઇને પણ વિશેષ જાગવાઈ રાખવામાં આવી રહી છે. રેરામાં જે પણ અપૂર્ણ પ્રોજેક્ટ છે તેમને એક પ્રોફેશનલ એપ્રોચ હેઠળ સહકાર આપીને પૂર્ણ કરવાની દિશામાં પગલા લેવામાં આવશે. એટલે કે, જા ૩૦ ટકા કામ બાકી છે તો જ્યાં સુધી પ્રોજેક્ટ પૂર્ણ થશે નહીં તેમને મદદ કરવામાં આવશે.
આવાસ ખરીદનાર લોકોને મકાન વહેલીતકે સોંપી શકાય તે હેતુસર આની શરૂઆત કરવામાં આવી રહી છે. જા તે એનપીએ રહેશે તો પણ મદદ કરવામાં આવશે. જા કંપની લિક્વડેશન તરફ જાય છે તો તેને આનો કોઇ લાભ મળી શકશે નહીં. નાણામંત્રીએ કહ્યું હતું કે, અમે પહેલા જ કહી ચુક્યા છે કે, ઘરવાળા લોકો માટે મોટી જાહેરાત કરવામાં આવશે.