કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડબ્રહ્મા ખાતે પોષણ વાટિકા મહાઅભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમની ઉજવણી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/09/1709-Uttar.H.panchal-1.jpg)
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા,
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સ.દા કૃષિ યુનિવર્સિટી ખેડબ્રહ્મા અને ઇફકો સાબરકોઠા ના સહયોગથી પોષણવાટિકા મહા અભિયાન વૃક્ષા રોપણ કાર્યક્રમની ઉજવણી શ્રીમતી રમીલાબેન બારા મા.સાંસદશ્રીના અધ્યક્ષ સ્થાને તારીખ ૧૭ -૯- ૨૨ ના રોજ કરવામાં આવી.
સદર કાર્યક્રમમાં શરૂઆત પ્રાર્થના દીપ પ્રાગટ્ય અને પદાધિકારીઓ તેમજ અધિકારીઓના સ્વાગત થી કરાઈ. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડબ્રહ્માના વડા ડો જે આર પટેલે સૌ મહાનુભાવો પદાધિકારીઓ અધિકારીઓને અને ખેડૂત ભાઈ બહેનોને આવકાર્યા અને કાર્યક્રમની રૂપરેખા આપી પ્રસંગિક પ્રસંગિક ઉદબોધન કર્યુ.
હિતેન્દ્રસિંહ ચૌહાણ ચેરમેન શ્રી કૃષિ અને સિંચાઈ જિલ્લા પંચાયતે ખેડૂતોને છાણીયું ખાતર નાખવાથી ની ભલામણ કરવામાં આવેલ જેથી પૂરતા પ્રમાણમાં સૂક્ષ્મ જીવાણુ જમીનમાં રહી જમીનને જીવંત બનાવે પ્રાકૃતિક ખેતીમાં દેશી ગાયના ગોબર પુત્ર ગોળ કઠોળનો લોટ વડે જીવામૃત બનાવી તેમાં સૂક્ષ્મજીવાણુઓની સંખ્યા વધવાથી પાક સુધરશે.
આ કાર્યક્રમના અધ્યક્ષ શ્રીમતી રમીલાબેન બારાએ ખેડૂતોને રસાયણ મુક્ત ખાતરથી ખેતી કરવાની ભલામણ કરેલ ને ઘરની આજુબાજુ કિચન ગાર્ડનિંગ કરી શાકભાજી વાવવી જાેઈએ તેમણે ૧૦૦ જેટલા ખેડૂતોને અલગ અલગ પાકની શાકભાજીની કિચન ગાર્ડનિંગ ની કીટ અને ફળફળાદીના રોપાઓનું વિતરણ કર્યું.
આ કાર્યક્રમમાં પીએ સાબલે (વૈજ્ઞાનિક બાગાયત) દ્વારા ન્યુટ્રીગાર્ડન અને બાયોફોર્ટીફાઈડ વેરાઈટી અંગે જાગૃતતા શ્રી પિયુષ સર વૈજ્ઞાનિક (પાક ઉત્પાદન )દ્વારા માનવ આરોગ્ય માટે ન્યુટ્રીશીયલ નું મહત્વ અને જે આર પટેલ મુખ્ય વૈજ્ઞાનિક અને વડા દ્વારા ન્યુટ્રી ગાર્ડનમાં પ્રાકૃતિક રોગ અને જીવાત વ્યવસ્થાપન અને શ્રી રમેશભાઈ ડામોરે નેનો યુરિયા જેવા વિષયો પર વિસ્તૃતમાં ખેડૂત ભાઈ બહેનોને માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં પદાધિકારીઓ શ્રી લોકેશભાઈ ગમાર, શ્રી સુરેશભાઈ પટેલ, આનંદીબેન પટેલ, સોનલબેન સોલંકી, રૂમાલભાઈ, મણીબેન સોલંકી, પ્રિયાબેન ખરાડી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જયરામભાઈ દેસાઈ શ્રી વ્રજલાલગોર રિલાયન્સ ફાઉન્ડેશન સાવરકુંઠાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.