નકલી ચલણી નોટો છાપવાનું કૌભાંડઃ બે શખ્સો ઝડપાયા
(પ્રતિનિધી) ગોધરા, ગોધરા એલ.સી.બી પોલીસને બાતમી મળી હતી કે ગોધરા તાલુકાના કાંકણપુર ગામે રહેતા હરીશભાઈ ગોવિંદભાઇ વણઝારા જેઓ પોતાના કાંકણપુર ગામની સીમમાં તળાવ બાજુ એ બનાવેલ પોતાના કબ્જાના ફાર્મ ના મકાનમાં બહાર થી માણસો બોલાવી પોતાનો આર્થિક લાભ મેળવવાના હેતુસર ભારતીય ચલણમાં ચાલતી ભારતીય રિઝર્વ બેંકની ચલણી નોટોનું છાપકામ કરી રહ્યા છે અને તેઓના ઘરમાં ડુપ્લીકેટ ચલણી નોટો બનાવવાનું સાહિત્ય હાલ માં રાખેલ છે.
તેવી બાતમીના આધારે એલ.સી.બી પોલીસે બાતમી મુજબની જગ્યા પર રેઇડ કરી સ્થળ પર થી અશોકગીરી પરષોતમગીરી મેઘનાથી(ગોસ્વામી) હાલ રહે,બોપલ અમદાવાદ અને દિવ્યેશ જ્યંતિભાઇ કુશકીયા રહે,વેરાવળ બાયબાસ ચોકડી નાઓને પોલીસે ઝડપી પાડી સ્કેનર પ્રિન્ટર,કલર પ્રિન્ટર,લેપટોપ,ભારતીય ચલણ ની ૫૦૦ ના દર ની પ્રિન્ટ કરેલ નોટો વગેરે પોલીસે ઝડપી પાડી કુલ,રૂ.૬૦,૦૦૦ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
બંને શખ્સો ની પુછપરછમાં હરીશભાઈ ગોવિંદભાઇ વણઝારા રહે,કાંકણપુર તા,ગોધરા અને મીનેન્દ્ર પગી રહે,લુણાવાડા નાઓ ભેગા મળી ડુપ્લીકેટ નોટો છાપવાનું કૌભાંડ આચરતા હોવાનું બહાર આવતા પોલીસે ચારેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી આ ડુપ્લીકેટ નોટો બનાવવા ના પ્રકરણમાં હજી આરોપીઓ પોલીસ પકડથી દુર હોવાનું જાણવા મળી રહ્યું છે….