Western Times News

Gujarati News

વડોદરાની SSG અને ગોત્રી હોસ્પિ.માં રવિવારે ઓપીડી બંધઃ દર્દીઓ પરેશાન

(એજન્સી)વડોદરા, રાજ્ય સરકાર દ્વારા ગરીબોને ઓપીડીની સુવિધા રવિવારે પણ મળે તેમજ સાંજે વધુ સમય ઓપીડી ચાલે તે માટે આદેશ કરવામાં આવ્યો હતો. પરંતુ પ્રથમ રવિવારે જ ગોત્રી અને જીજીય્ના તબીબોએ બહિષ્કાર કરી હાજર ન રહેતા દર્દીઓ અટવાયા હતા.

રાજ્ય સરકારે રવિવારે સવારે ૯થી ૧ અને સોમથી શનિ સાંજે ૪થી ૮ સુધી ઓપીડી ચાલુ રાખવા જાહેરાત કરી છે. પરંતુ ગુજરાત મેડિકલ ટીચર્સ એસો. અને જુનિયર ડોક્ટરોએ વિરોધ કરી રાજ્ય સરકારને રજૂઆત કરી છે. પરંતુ સરકારે કોઈ પ્રત્યુતર આપ્યો નથી.

બીજી તરફ ઓપીડીમાં સારવાર માટે આવનાર દર્દીઓ હોસ્પિટલમાં સવારે ૮થી ૧૦ વાગ્યા સુધી રાહ જાેઈ પરત ફર્યા હતા. પેરા મેડિકલ સ્ટાફ હતો પરંતુ તબીબો ન હોવાથી તેઓ કાંઈ કરી શકે તેમ નહોતા. કેસ કઢાવી પોતાના સ્વજનોની બીમારીની સારવાર કરાવવા માટે કલાક સુધી રાહ જાેયા બાદ તેમને પરત ફરવા સિવાય કોઈ વિકલ્પ થયો હતો.

જાે કે તબીબોએ સરકાર રજાના દિવસની ઓપીડી અને રાતના સમય સુધી ઓપીડી લંબાવવાને ર્નિણય પરત નહીં ખેંચે તો સદંતર હડતાલ પર જશે તેવી ચિમકી તેમણે ઉચ્ચારી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.