કણજરી ગામમાંથી વિદેશી દારૂ સાથે એક ઈસમ ને ઝડપી પાડતી ચકલાસી પોલીસ

નડિયાદ, પોલીસ અધિક્ષક ખેડા નડીયાદ તથા ના.પો.અધિ નડીયાદ તેમજ સર્કલ પો.ઇન્સ ડાકોર નાઓએ પ્રોહી જુગાર અંગેની પ્રવૃત્તી સદંતર નેસ્તનાબુદ કરવા માટે સુચના તથા માર્ગદર્શન આપેલ હોય તેમજ ના.પો.અધિ.સા નડીયાદ વિભાગ નાઓએ હાલમાં પ્રોહી જુગારની ડ્રાઇવ આપેલ હોય અને લીસ્ટેડ બુટલેગર્સ ઉપર રેઇડો કરવા જરૂરી માર્ગદર્શન આપેલ તા .૧૫ / ૦૯ / ૨૦૨૨ ના રોજ નાયબ પોલીસ અધિક્ષક નડીયાદ વિભાગ નાઓને જાણવા મળેલ કે કણજરી વિસ્તારમાં મોટા પાયે વિદેશી દારૂ આવેલ છે.
જેની જાણ ચકલાસી પો.સ્ટેશના સી.પો.સ.ઇ. જે.એસ.ચંપાવત નાઓને કરેલ જેથી ચકલાસી પો.સ્ટેશના જે.એસ.ચંપાવત સી.પો.સબ.ઇન્સ . તથા ચકલાસી પો.સ્ટેશનના સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અ.પો.કો. કુલદીપસિંહ નાઓને બાતમી હકિકત મળેલ કે કણજરી ગામમાં ચોપાટ ચોક ભાગ ર માં રહેતા હર્ષિત ગીરીશભાઇ પટેલ નાએ તેના ઘરે ભારતીય બનાવટનો પરપ્રાતનો વિદેશી દારૂ લાવી સંતાડી રાખેલ છે.
જે બાતમી હકિકત આધારે રેઇડ કરતા ઉપરોકત હર્ષિત ગીરીશભાઇ પટેલ નો મળી આવેલ અને તેના ઘરમાં તપાસ કરતા ભારતીય બનાવટની પરપ્રાતની વિદેશી દારૂની મોટી સાઇઝની તથા નાની સાઇઝની બોટલો મળી આવેલ જે નીચેની વિગતે છે .