આણંદ પાસેથી ૭૮ હજારના એમડી ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/11/Drugs-seized.jpg)
Files Photo
આણંદ, આણંદ એસઓજી પોલીસે ગઈરાત્રે મળેલી બાતમીનેા આધારે શહેરના શાસ્ત્રીબાગ પાસેેે વૉચ ગોઠવી હતી. આણદની પૂર્વ પટ્ટી પર આવેલા રજબશા ક્વાર્ટર્સમાં રહેતા યુવાનને એમડી ડ્રગ્સની ૭.૭પ ગ્રામ કિંમત રૂા.૭૮૦૦૦ના જથ્થા સાથેે ઝડપી પાડી હતી અને તેની આકરી પૂછપરછ શરૂ કરી છે.
એસઓજી પોલીસે શાસ્ત્રી મેદાનના મુખ્ય ગેટ આસપાસ વૉચમાં ગોઠવાયા હતા. આ દરમ્યાનમાં સરદાર ગંજ તરફથી શાસ્ત્રી મેદાન આવવાના ચાર રસ્તા ઓળંગીને અસલમશા સાબિરશા દિવાન(રહે.રજબશા ક્વાર્ટર, ગામડી રોડ, રેલ્વે કોલોની પાસે) આવ્યો હતો. પોલીસે તેને ઉભો રાખી પોતાની ઓળખ આપી હતી. અને તેને સ્પષ્ટ કર્યુ હતુ કે તમારી પાસે શંકાસ્પદ એમડી ડ્રગ્સનો જથ્થો હોવાની બાતમી મળી હતી.
એટલે તમારી ઝડપી લેવી છે. તેમ કહીનેે લેપટોપમાં પત્ર તૈયાર કરી તેની સહી લેવામાં અવાી હતી. એ પત્ર તેને આપવામાં આવ્યો હતો. એસઓજી પોલીસે ઝડતી લીધી હતી. ત્યારે તેણેેે પહેલાં જીન્સ પેન્ટના ખિસ્સામાંથી નાની પ્લાસ્ટીકની જીપવાળી કોથળી મળી હતી.
પોલીસે આ દરમ્યાનમાં આ કિસ્સો નાર્કોટીક્સનો હોય તરત જ એફએસએલ અધિકારી આર.એન. રાઠવાને જાણ કરી હતી તેઓ નાર્કોટીક્સની કીટ સાથે આવી પહાંચ્યા હતા. તેમણે એમડી ડ્રગ્સની કોથળીમાંથી ડ્રગ્સ બહાર કાઢી તપાસ કરી હતી. ત્યારે મેફડ્રોન એમ્ફેેટામાઈન જેવો પદાર્થ હોવાનુૃ જણાવ્યુ હતુ. મળેલા જથ્થાની કુલ કિંમત રૂા.૭૮,૦૦૦ થઈ હતી.