OBC સમાજના સંગઠનોએ કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરી
સરકારમાં રજૂઆત કરવા છતાં પ્રશ્ન ન ઉકેલાતા વિપક્ષ તરીકે સંગઠનોના આગેવાનો કોંગ્રસ પાસે આવ્યા હતા
અમદાવાદ, OBCસમાજના સંગઠનો અને કોળી સમાજનાં પ્રદેશ અધ્યક્ષ દિવ્યેશ ચાવડાએ કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં અમિત ચાવડા સહિત કોંગ્રેસી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન OBC સમાજના આગેવાનો દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અનામત ઉપરાંત ૧૧ જેટલા મુદાઓની રજૂઆત કરવામાં આવી હતી. એટલું જ નહીં આગામી વિધાનસભાની ચૂટણીમાં કોંગ્રેસની સરકાર બની તો આ પ્રશ્નો ઉકેલવાની ખાતરી પણ આપવામાં આવી હતી.
આ મામલે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે ભાજપના રાજમાં સમાજને અન્યાય થઈ રહ્યો છે. આથી લોકોમાં રોષ જાેવા મળી રહ્યો છે. આ અંગે સરકારમાં રજૂઆત કરવા છતાં પ્રશ્ન ન ઉકેલાતા વિપક્ષ તરીકે સંગઠનોના આગેવાનો કોંગ્રસ પાસે આવ્યા હતા.
આગેવાનોએ માંગ કરતા જણાવ્યું કે રાજ્યમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે અને ત્યારબાદ જાતિ આધારે તેમના આરોગ્ય, શિક્ષણ સહીતણઆ વિકાસ માટે બજેટની ફાળવણી કરવામાં આવે. વધુમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઑમાં ઓબીસી સમાજની અનામત વ્યવસ્થા ખતમ કરવામા આવી છે. જે અંગે પણ ઘટતું કરવા માંગ ઊઠાવાઇ હતી. તથા જિલ્લા સ્તરે શૈક્ષણિક સંકુલ માટે અને હોસ્ટેલ માટે જમીનની પણ માંગ ઊઠાવાઇ છે.
ઉપરાંત ઠાકોર કોળી વિકાસ નિગમને ૩૦ ટકા વસ્તી હોવા છતા પણ પ્રતિ વર્ષ માત્ર ૧૫ કરોડ રૂપિયાની ફાળવણી કરાઇ છે. જે વધારી ઠાકોર કોળી નિગમને પાંચ હજાર કરોડની ફાળવણીની માંગ કરાઇ છે. બીજી બાજુ બીન અનામત આયોગ કોર્પોરેશન માટે ૫૦૦ કારોડની જાેગવાઈ થાય છે. તેની સામે પણ યુવાઑએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.બન્યું છે.
આમ બેઠકમા OBC સમાજ દ્વારા ૧૧ મુદ્દાઓની રજૂઆત કરાઈ હતી. જેમાં સરકાર રચાઇ તો નિગમોને પુરતા પ્રમાણમાં નાણાં ફાળવવા સહીત તમામ પ્રશ્નો ઉકેલવા અંગે કોંગ્રેસ દ્વારા ખાતરી અપાઈ હતી.