એક ફિલ્મમેકરે તેને બોડી શેમ કરી હતી: સંધ્યા મૃદુલ
મુંબઈ, બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં અવારનવાર ચોંકાવનારા ખુલાસા થતા રહે છે. મહિલા કલાકારોને ઈન્ડસ્ટ્રીમાં ઘણું બધું સહન કરવું પડે છે. કેટલાકને કાસ્ટિંગ કાઉચ જેવી ગંદી બાબતમાંથી પસાર થવું પડે છે, તો ક્યારેક તેમને બોડી શેમ કરવામાં આવે છે.
તાજેતરમાં જ બોલિવુડની જાણીતી એક્ટ્રેસે આવા જ સત્ય પરથી પડદો ઉઠાવ્યો છે, જેને સાંભળીને કોઈને પણ ગુસ્સો આવી જાય. બોલિવુડ એક્ટ્રેસ સંધ્યા મૃદુલે જણાવ્યું કે, તેને કરિયરની શરૂઆતમાં બોડી શેમિંગમાંથી પસાર થવું પડ્યું હોવા ઉપરાંત બૂબ્સ જાેબ કરાવવાની સલાહ પણ મળી હતી.
આવી જ વાત થોડા દિવસ પહેલા અનન્યા પાંડેને લઈને ‘પ્યાર કા પંચનામા’ની એક્ટ્રેસ સોનાલી સહગલે પણ શેર કરી હતી. તાજેતરમાં સંધ્યા મૃદુલએ એક ન્યૂઝ પોર્ટલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘કરિયરની શરૂઆતમાં મને કહેવાયું હતું કે, હું વેમ્પ જેવી દેખાઉં છું.
હું ફ્લેટ છું અને મારે એક્ટ્રેક્ટિવ દેખાવા માટે બૂબ્સ જાેબ કરાવવી જાેઈએ. તે પછી મેં તો સ્પષ્ટ ના પાડી દીધી હતી કે હું કોઈના માટે મારી બોડી નહીં બદલું.
કાલે તમે કહેશો કે નાક-કાન બદલો તો એ મારાથી નહીં થાય. લગભગ એક મહિના પહેલા એક પોસ્ટ દ્વારા સંધ્યા મૃદુલે જણાવ્યું હતું કે, એક ફિલ્મમેકરે તેને બોડી શેમ કરી હતી. તેણે લખ્યું હતું કે, ‘કોઈએ મને કહ્યું હતું કે, મારા તો બૂબ્સ જ નથી. એક ફિલ્મ છે, અમે તમને લઈ પણ લઈશું,
પરંતુ કેરેક્ટરના સ્તન મોટા છે અને તમારે તેના માટે પેડ લગાવવા પડશે. કેમકે તમારી બોડી નથી. થોડું સેક્સુઅલ અટ્રેક્ટિવ બનવું પડે છે. એ લગાવી લો. સંધ્યા મૃદુલે એ પણ સ્વીકાર કર્યો કે, વર્ષ ૨૦૦૫માં આવેલી ‘પેજ થ્રી’ અને ‘રાગિણી સ્સ્જી ૨ માટે તેણે બ્રેસ્ટ પેડ્સનો ઉપયોગ કર્યો હતો.
તેણે કહ્યું કે, ‘રાગિણી સ્સ્જી ૨ના પાત્રને જાેતા મેં જ પેડ પહેરાવવાની સલાહ આપી હતી. પરંતુ મને કોઈ એ કહી ન શકે કે મારે બ્રેસ્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવવું જાેઈએ કે હું મારી બોડીનો શેપ બદલું. હું પાત્રની જરૂરિયાત સમજું છું.
સંધ્યાએ જણાવ્યું કે, જ્યારે તમારા દિવસો ખરાબ હોય છે, તો તમારે વધારે ખરાબ સમયમાંથી પસાર થવું પડે છે. લોકો કહે છે કે, ‘ચલો તમે બહાર ચલો અને બિયર પીવડાવી દો. એવું સુદ્ધાં મેં સાંભળ્યું છે. પરંતુ હું કોઈની આગળ નમી નથી અને રૂપિયા માટે એ બધું કર્યું નથી.
સંધ્યા મૃદુલ બોલિવુડ અને ટીવી એક્ટ્રેસ છે, જે ‘સાથિયા’, ‘પેજ ૩’થી લઈને ‘ઝલક દિખલાજા સીઝન ૨’માં નજર આવી ચૂકી છે. તેણે ટીવીથી જ કરિયરની શરૂઆત કરી હતી. તેની પહેલી ટીવી સીરિયલ ‘સ્વાભિમાન’ હતી, તેના પછી તે બેક ટુ બેક ઘણા શોઝમાં જાેવા મળી હતી.SS1MS