રાહુલ દેવ ૧૩ વર્ષથી દીકરાનો એકલાહાથે ઉછેર કરી રહ્યો છે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/09/Rahul-Dev-1024x576.jpg)
મુંબઈ, બોલિવૂડ ફિલ્મોમાં મોટાભાગે વિલનના રોલમાં જાેવા મળતો એક્ટર રાહુલ દેવને તો તમે ઓળખતા જ હશો? તે સિંગલ ફાધર છે. કારણકે, વર્ષ ૨૦૦૯માં એક્ટર રાહુલ દેવની પત્નીનું મોત થતાં તેણે એકલા હાથે દીકરા સિદ્ધાર્થ દેવનો ઉછેર કર્યો.
દરમિયાન રાહુલ દેવને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. એક્ટર રાહુલ દેવે વર્ષ ૧૯૯૮માં રીના દેવ સાથે લગ્ન કર્યા હતા પણ વર્ષ ૨૦૦૯માં રીના દેવનું કેન્સરથી નિધન થઈ ગયું.
પત્નીના મોત બાદ રાહુલ દેવે એકલાહાથે દીકરા સિદ્ધાર્થનો ઉછેર કર્યો અને ફરી લગ્ન નથી કર્યા. પણ, રાહુલ દેવ અત્યારે એક્ટ્રેસ મુગ્ધા ગોડસે સાથે રિલેશનશિપમાં છે. રાહુલ દેવના જણાવ્યા મુજબ, પેરેન્ટિંગ એટલું સરળ નથી કે જેટલું ફિલ્મોમાં દેખાડવામાં આવે છે. રાહુલ દેવે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, મેં દીકરા સિદ્ધાર્થ માટે માતા અને પિતા એમ બંને બનવાના પ્રયાસ કર્યા પણ આ ઘણું મુશ્કેલ છે.
બાળકોના ઉછેરમાં મહિલાઓનું ઘણું મોટું યોગદાન હોય છે. જે રીતે મહિલાઓ બાળકોને સમજે છે અને ધીરજથી તેઓને સંભાળે છે તે ઘણું છે.
મેં પણ દીકરા સિદ્ધાર્થ માટે આ રીતે વર્તવાનો પ્રયાસ કર્યો પણ ઘણી વખત એવું બન્યું કે મને ગુસ્સો પણ આવ્યો હોય! રાહુલ દેવે કહ્યું કે, પત્ની રીના દેવના મૃત્યુ પછી મેં ઘણો મુશ્કેલભર્યો સમય જાેયો, હવે હું તે દિવસો યાદ કરવા નથી માગતો. રાહુલ દેવે એક્ટ્રેસ મુગ્ધા ગોડસે સાથેની રિલેશનશિપ વિશે વાત કરતા જણાવ્યું કે, મારી અને મુગ્ધા વચ્ચેની ઉંમરમાં ૧૪ વર્ષનો તફાવત છે.
રાહુલ દેવની જાણીતી બોલિવૂડ ફિલ્મો ચેમ્પિયન, આશિક, અશોકા, ઈન્ડિયન, આવારા પાગલ દીવાના, ફૂટપાથ, આન વગેરે છે. રાહુલ દેવ ૫૩ વર્ષનો છે અને અત્યાર સુધીમાં હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમ ફિલ્મોમાં એક્ટિંગ કરી ચૂક્યો છે. આ સિવાય એક્ટર રાહુલ દેવે કેટલાંક ટીવી શૉમાં પણ કામ કર્યું છે કે જેમાં દેવો કે દેવ…મહાદેવ અને બિગ બોસ સિઝન ૧૦ પણ સામેલ છે.SS1MS