Western Times News

Gujarati News

ખેડબ્રહ્મામાં યોજાયેલ જિલ્લાના કલા મહાકુંભમાં કે ટી હાઈસ્કૂલ તાલુકાની શ્રેષ્ઠ શાળા

ખેડબ્રહ્મા, રમત ગમત યુવા સાંસ્કૃતિક વિભાગ ગુજરાત સરકાર દ્વારા જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ શેઠ કે.ટી. હાઈસ્કૂલ ખેડબ્રહ્મા ખાતે ભાજપ શહેર પ્રમુખ અરવિંદભાઈ રાવલના અધ્યક્ષ અને યોજાયો હતો. મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી.

આ મહોત્સવમાં જિલ્લાના ૧૪૫૦ સ્પર્ધકોએ સંગીત, ભજન, સ્કૂલબેન્ડ, તબલાવાદન, ભરતનાટ્યમ અને લોકનૃત્ય જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ મહોત્સવમાં શેઠ કેટી હાઈસ્કૂલને તાલુકાની શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી કરી ?૨૫,૦૦૦ નું ઇનામ આપવામાં આવ્યું હતું.

યોજાયેલા આ કાર્યક્રમમાં અરવિંદ રાવલ ઉપરાંત ખેડબ્રહ્મા કેળવણી મંડળના પ્રમુખ અશ્વિનભાઈ જાેશી, ઉપપ્રમુખ કનુભાઈ કે પટેલ, સદસ્ય કિર્તીભાઈ યુ જાેશી, નગરપાલિકા ઉપપ્રમુખ જીગ્નેશભાઈ જાેશી, આચાર્ય વિભાષભાઈ રાવલ, કપિલભાઈ ઉપાધ્યાય અને શાળાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.