અંકલેશ્વરથી ચોરાયેલી કાર ખેડાના કઠલાલ ગામેથી બિનવારસી હાલતમાં મળી
બિનવારસી કાર અંગે કઠલાલ પોલીસે જાણ કરતા અંકલેશ્વર શહેર પોલીસે ટ્રાન્સફોર્મર વોરન્ટ પર કાર લઈ આવી
ભરૂચ, અંકલેશ્વરથી ચોરી થયેલી કાર ખેડા જીલ્લાના કઠલાલથી બિનવારસી હાલતમાં મળી આવતા કાર અંગે સ્થનિકોએ કઠલાલ પોલીસે જાણ કરી હતી.ત્યાર બાદ અંકલેશ્વર શહેર પોલીસે ટ્રાન્સફોર્મર વોરન્ટ પર કારને અંકલેશ્વર લઈ આવી હતી.જાેકે સીસીટીવીમાં દેખાતો કાર ચોર હજુ ફરાર છે.
અંકલેશ્વરમાં ૧૦ મી સપ્ટેમ્બરના રોજ હાંસોટ રોડ પર આવેલા ભવ્ય એપાર્ટમેન્ટમાં માનસી મહેતા અને તેમનો પુત્ર ઘરમાં એકલા છે.તે સમયે એક અજાણ્યો વ્યક્તિએ ટાટા સ્કાયમાંથી આવે છે અને સેટઅપ બોક્સ રીપેર કરવાનું છે તેમ કહી અંદર પ્રવેશ્યો હતો.
માનસી મહેતાએ તેને રીમોટ આપી પોતાના કામમાં લાગી ગયા હતા.આ સમય દરમ્યાન કાર ચોરે ઘરમાં મૂકેલી કારની ચાવી લઈને ચાલ્યો ગયો હતો. ત્યાર બાદ તેને તક મળતાં ઘરના આંગણામાં પાર્ક કરેલી કારની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.માનસીબેને મકાનના આંગણામાં કાર નહિ જાેવા મળતા તપાસ કરી હતી.
જેમાં પાડોશીઓએ જણાવ્યું હતું કે, બપોરે એક વ્યક્તિ તેની કાર લઈ ગયો હતો. જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી. અંકલેશ્વરથી ચોરાયેલી કાર અંતે ૯ દિવસ બાદ ખેડા જીલ્લાના કઠલાલ ખાતે બિનવારસી હાલતમાં પડેલી મળી આવી હતી.
જે અંગેની કઠલાલ પોલીસ મથકે જાણ કરતાં કઠલાલ પોલીસ દ્વારા વાયરલેસ કરેલા પોલીસ મેસેજ આધારે સંપર્ક કર્યો હતો.જે અંગે શહેર પોલીસે જરૂરી વિગતો આપતા કાર એ જ હોવાનું સામે આવ્યું હતું.જે આધારે અંકલેશ્વર શહેર પોલીસની એક ટીમ કઠલાલ ખાતે પહોંચી કારને અંકલેશ્વર લઈ આવી હતી.જાેકે સીસીટીવીમાં દેખાયેલો ચોર હજી પણ ફરાર છે જેને ઝડપી પાડવાની કવાયત આરંભી હતી.