કાંકરીયા નજીક ગણીકાઓની હરકતોથી નાગરિકો ત્રસ્ત
નારોલ, રીલીફ રોડ તથા અન્ય વિસ્તારોમાં પણ પ્રવૃતિ ફુલીફાલી : વ્યાપક ફરીયાદો
|
(પ્રતિનિધિ) અમદાવાદ : એક તરફ સરકાર મહીલાઓ સમાજમાં સુરક્ષીત રીતે રહી શકે અને તેમને પણ સમાન દરજ્જા મળે એ માટે પ્રયત્ન કરી રહી છે મહીલાઓ વિરૂધ્ધ થતાં અત્યાચાર માટે કેટલાય કાયદાને કડક પણ બનાવવામાં આવ્યા છે. બીજી તરફ હજુ પણ સમાજમાં અસંખ્ય સ્ત્રીઓ ગણીકા તરીકેનું કામ કરી રહી છે.
અમદાવાદ શહેરમાં પણ કેટલાય વિસ્તારો આવા જ અસામાજીક કામો માટે પ્રખ્યાત છે. જયાંથી પસાર થતી વખતે સામાન્ય સ્ત્રીઓ સાથે પણ હેરાનગતિ કરવામાં આવે છે અને તેમને પણ ગણીકા માનીને કેટલાંક હવસ ભુખ્યા શખ્સો છેડતી કરતા રહે છે.
ખાસ કરીને નારોલ, રીલીફ રોડ, અને કાંકરીયા નજીકના વિસ્તારો આવી પ્રવૃતિઓ માટે કુખ્યાત થયા છે. જયાં આસપાસના રહીશોને પણ સ્થાનિક મહિલાઓને પણ આ અસામાજીક પ્રવૃતિના પરીણામો ભોગવવા પડી રહયાં છે જેને પરીણામે પોલીસે હવે આવી પ્રવૃતિમાં સંડોવાયેલી વ્યક્તિઅો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે.
શહેરના સૌથી મોટા આકર્ષક પર્યટન સ્થળ સમા કાંકરીયા તળાવની મુલાકાતે રોજે રોજ શહેર તથા શહેરની બહારથી કેટલાય મુલાકાતીઓ આવે છે. જાકે તેની બરાબર પાછળની તરફ આવેલા રેલ્વે યાર્ડ નજીક જ લોહીનો વેપાર વર્ષોથી ચાલી રહયો છે
જેના પ્રત્યે તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા અસામાજીક પ્રવૃતિ વધુ ફુલી ફાલી છે. આ સ્થળે ગણીકાઓ રીક્ષામાં બેસીને ત્યાંથી પસીર થતાં રાહદારીઓને બિભત્સ ઈશારા કરતી હોય છે. જે આસપાસની સોસાયટીના રહીશો માટે માથાના દુઃખાવા સમાન બન્યું છે.
લાંબા સમયથી ચાલી આવતી આ પ્રવૃતિથી ત્રસ્ત સ્થાનિક લોકો દ્વારા વારંવાર પોલીસતંત્રને રજુઆત કરવામાં આવી હતી. ઉપરાંત ઉચ્ચકક્ષાએ પણ રજુઆત કરવામાં આવતા હવે તંત્રએ ગણીકાઓ વિરુધ્ધ કડક પગલાં લેવાની શરૂઆત કરી છે.
જેના પગલે આવા સ્થળો ઉપર વારંવાર પોલીસની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગતરોજ પણ કાંકરીયા રેલ્વે યાર્ડ નજીક પોલીસ દ્વારા વોચમાં રહી કેટલીક ગણીકાઓની અટક કરવામાં આવી હતી અને તમામ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.પોલીસે એક જ દિવસમાં મોટી કાર્યવાહી કરતાં ગણીકાઓ તથા તેમના મળતિયાઓમાં સોંપો પડી ગયો છે. જયારે સ્થાનિક લોકોને આંશીક શાંતિ મળી છે.
જાકે આ પ્રવૃતિ ફરી શરૂ ન થાય તેમ રહીશો ઈચ્છી રહયા છે. કાગડાપીઠ પોલીસની કાર્યવાહીમાં પકડાયેલી તમામ સ્ત્રીઓને બાદમાં જવા દેવામાં આવી હતી.
બીજી તરફ રીવરફ્રન્ટ વેસ્ટ પોલીસે પણ જાહેરમાં અશ્લીલ હરકતો કરીને આવતી જતી મહીલાઓને પરેશાન કરતા શખ્સની અટક કરી છે રીવરફ્રન્ટ પોલીસની ટીમ સાંજે પેટ્રોલિંગમાં હતી એ સમયે આંબેડકર બ્રીજની બાજુમાં મેદાનમાં એક શખ્સ આવતી જતી સ્ત્રીઓને પરેશાન કરતો હતો જેની અટક કરી પુછપરછ કરતાં તે બહેરામપુરા ચાર રસ્તા ખાતે આવેલી વિનય વિહાર સોસાયટીમાં રહેતો અભિષેક કૌશીકભાઈ વર્મા હોવાનું જાણવા મળ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના નારોલ બ્રીજ નીચે પણ નારોલ તથા ઈસનપુર પોલીસ સ્ટેશન દ્વારા વારંવાર કાર્યવાહી કરવામાં આવી છે અને આ પ્રવૃતિમાં સંડોવાયેલા સ્ત્રીઓ ઉપરાંત પુરુષો વિરુધ્ધ પણ કાર્યવાહી કરી છે.