દિવ્યાંગ યુવક ચોથા માળ સુધી દાદર ચઢીને ચા પહોંચાડી રોજીરોટી મેળવી રહ્યો છે
(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદનો ૨૧ વર્ષિય તાહીર. જન્મજાતથી માત્ર હાથની હથેળીઓ અને પગના પંજાનો સહારો મેળવી તમામ કામકાજ તે જાતે કરી જાણે છે. તેની આ ખાસિયત જ તેને બીજા કરતા અલગ પાડે છે. તેની કમજાેરીને તેણે જાતે હરાવી આજે તે પોતાના પગભર બન્યો છે. કહેવાય છે કે આત્મમનોબળ મજબૂત હોય તો અડગ હિમાલય પણ નડતો નથી. નડિયાદના દિવ્યાંગ યુવાને કુદરતના તમાચા સામે ઝઝુમી પોતે આર્ત્મનિભર બન્યો છે.
આ યુવાન પોતે ચ્હાની કીટલી ચલાવે છે પોતે બે હાથે માત્ર એક-એક આંગળીઓ અને બન્ને પગમાં માત્ર એક-એક અંગુઠો અને આંગળી ધરાવે છે. આમ છતાં પણ તે જાતે ચ્હા બનાવી રોજ ૧૦કીમીથી વધારે આ દિવ્યાંગ યુવાન ચાલી ચ્હા આપે છે.? અને બે પૈસાની કમાણી કરે છે. આ જાેઈ લોકો તેની હિંમતને પણ દાદ આપે છે. આજે પણ લોકો તેના હાથે બનાવેલી ચ્હાની ચૂસ્કી માણવા તેની હોટલે આવે છે.
નડિયાદ શહેરના મરીડા ભાગોળ વિસ્તારમાં રહેતા ૨૧ વર્ષિય તાહિર રફીકભાઈ છાવા શહેરના ઘોડીયા બજાર વિસ્તારમાં ચ્હાની હોટલ ધરાવે છે. તેઓ ધોરણ ૯ સુધી અભ્યાસ કર્યો છે. તાહિર જન્મજાતથી દિવ્યાંગ એટલે કે અસ્થિ વિષયક છે. તેને બે હાથે માત્ર એક-એક આંગળીઓ અને બન્ને પગમાં માત્ર એક-એક અંગુઠો અને આંગળી જ છે.
આમ છતાં પણ તે સામાન્ય વ્યક્તિની જેમ પોતાની રોજિંદી ક્રિયાઓ કરે છે. એટલું કાફી નહી પણ મોટરસાયકલ પણ ચલાવે છે. તે દરરોજ સામાન્ય માણસની જેમ પોતાની સફર શરુ કરે છે.
તાહીરના પિતા રફીકભાઈ પોતે ફેરી કરે છે અને તેઓને સંતાનમાં એકનો એક દીકરો તાહીર છે. નાના પરિવારમાં તાહીરનો ઉછેર થયો હતો. હાલ તે પોતાના માતાપિતા ભેગો જ રહી માવતરની લાકડી બન્યો છે. તાહીરના હાથમા આંગળીઓ નહી આમ છતાં પણ તે લખી પણ શકે છે અને ચ્હાનો હિસાબ કિતાબ પણ કરી જાણે છે. આ ઉપરાંત તે પોતાના ચ્હાના હોટલના ધંધાને આગળ લાવવા મહેનત પણ કરી રહ્યો છે.
તાહીરે લગભગ દોઢ વર્ષ અગાઉ જ શહેરના ઘોડીયા બજાર વિસ્તારમાં ચ્હાની હોટલ શરુ કરી હતી. જાેકે આ પહેલા તે પોતના કાકાના દિકરાને ત્યા અને અન્ય જગ્યાએ ચ્હાની હોટલમા કામ કરી ચુક્યો છે એટલે તેને ચ્હાના ધંધાનો પાક્કો તરજુબો હોવાથી તેણે આ વ્યવસાયમા ઝંપલાવ્યું હોવાનું જણાવ્યું છે.
તાહીરને ધંધા સાથે એટલો લગાવ છે કે તે પોતે સવારે ૭ વાગ્યાથી રાત્રે ૯ વાગ્યા સુધી તે સતત ચ્હા બનાવી આસપાસના દુકાનદારોને આપવા જાય છે અને બે પૈસા મેળવે છે. જાેકે વચ્ચેના સમયમાં તે નમાઝનો પણ સમય કાઢી લે છે.
તાહીરના ૧ માસ અગાઉ જ લગ્ન થયા છે અને તે પોતાની પત્ની અને માતાપિતા સાથે હળીમળીને રહે છે. મહત્વનું છે કે તે રોજની ૪ લિટર દૂધમાંથી લગભગ ૯૬ કપ ચ્હા એકલા હાથે બનાવી આસપાસ દુકાનોમાં આપવા નીકળે છે
અને બે પૈસાની રોજીરોટી મેળવી રહ્યો છે. દિવ્યાંગ હોવા છતાં ચોથા માળ સુધી દાદાર ચઢીને ચ્હા પહોચાડે છે અને દરરોજનુ લગભગ ૧૦ કીમીથી વધારે તે સતત ચાલે છે.
આમ યુવાનને બે હાથે માત્ર એક-એક આંગળીઓ અને બન્ને પગમાં માત્ર એક-એક અંગુઠો અને આંગળી હોવા છતાં હથેળીના સહારે તે તમામ કામ? કરે છે. તેનુ આત્મમનોબળ એટલુ મજબૂત છે તે જાેઈને સૌકોઈ દંગ રહી જાય છે. ખાસ કરીને અહીયા ચ્હાની ચૂસ્કી લગાવવા આવતાં લોકો તેની આર્ત્મનિભર કામગીરીને બિરદાવે છે.