પાલનપુર આઈ.ટી.આઈ. ખાતે સાંસદના હસ્તે કુલ-૬૪૪ તાલીમાર્થીઓને એનસીવીટી પ્રમાણપત્ર એનાયત કરાયા
(માહિતી બ્યુરો, પાલનપુર) બનાસકાંઠા જિલ્લાની પાલનપુર આઈ.ટી.આઈ. ખાતે વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન તાલીમ મેળવી પાસ આઉટ થઈ તાલીમાર્થીઓ માટે તા.૧૭/૦૯/૨૦૨૨ ના રોજ કૌશલ દિક્ષાંત સમારોહની ઉજવણી કરવામા આવી હતી. આ ઉજવણી પ્રસંગે વર્ષ ૨૦૨૧-૨૨માં પાસ થયેલ કુલ-૬૪૪ તાલીમાર્થીઓને એનસીવીટી પ્રમાણપત્ર તથા પ્રથમ, દ્રિતિય અને તૃતિય ક્રમાંક મેળવનારને મહેમાનશ્રીઓના હસ્તે મેડલ વિતરણ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમના મુખ્ય મહેમાન બનાસકાંઠાના સાંસદશ્રી પરબતભાઈ પટેલ, જનરલ એન્ડ ફેમિલી ફીજીશીયન (સ્વચ્છ ભારત બ્રાંડ એમ્બેસેડર બનાસકાંઠા) ડૉ. સુરેન્દ્ર ગુપ્તા, જનરલ મેનેજર, ડ્યુક પ્લાસ્ટો પ્રા.લી પાલનપુરના શ્રી સંજય પંચાલ તેમજ વિવિધ ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ અને તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમ આચાર્યશ્રી, ઔધોગિક તાલીમ સંસ્થા, પાલનપુરની અખબારી યાદીમાં જણાવ્યું છે.