સમગ્ર દેશમાં PFIના નેતાઓની સામે મોટી કાર્યવાહી, NIA-EDની રેડ
તિરુવનતપુરમ, નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે કેરળના તિરુવંનપુરમ ખાતે આવેલા પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા ના નેતાઓના ઘરે ગુરુવારે દરોડા પાડ્યા છે. રેડ PFIના રાજ્ય અને જિલ્લા સ્તરના તમામ નેતાઓને ઘરે પાડવામાં આવી છે.
ઓએમએ સલામ, માંજરીના PFIના ચેરમેન, મલ્લાપુરમ જિલ્લા અને PFIની ઓફિસ ખાતે આ રેડ મતરાતે કરવામાં આવી છે. એનઆઈએ અને ઈડીની રડાર પર PFIના ચેરમેન ઓએમએ સલામ પણ છે. તેમના ઘરે પણ અડધીરાતે રેડ કરવામાં આવી છે. એનઆઈએ અને ઈડીએ બુધવારે અડધી રાતે અચાનક જ મલપ્પુરમ જિલ્લાના મંજેરીમાં પીએફઆઈ અધ્યક્ષ ઓમએ સલામના ઘરે રેડ કરી.
રેડ હજી પણ ચાલી રહી છે અને આ દરમિયાન કાર્યકર્તાઓએ દેખાવો કર્યા હતા. ચેરમેનના ઘરની બહાર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ દેખાવો કર્યા હતા. ટેરર ફન્ડિંગ અને કેમ્પ ચલાવવાના મામલામાં સમગ્ર દેશમાં PFIની વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સમગ્ર દેશના ૧૦ રાજ્યોમાં એનઆઈએ અને ઈડીની ટીમે પીએફઆઈના રાજ્યથી લઈને જિલ્લા સ્તરના નેતાઓના ઘરે રેડ કરી છે અને લગભગ ૧૦૦ કેડરની ધરપકડ કરી છે.
સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ એએનઆઈ અને ઈડીની ટીમે રાજ્ય પોલીસની સાથે મળીને કુલ દસ રાજ્યોમાં રેડ કરી અને આ દરમિયાન પીએફઆઈના ૧૦૦થી વધુ કેડરની ધરપકડ કરવામાં આવી છે.
એએનઆઈએ કોઈમ્બ્તુર, કુડ્ડાલોર, રામનાડ, ડિંડુગલ, થેની અને થેનકાસી સહિત તમિલનાડુમાં ઘણી જગ્યાઓ પર પીએફઆઈના નેતાઓના ઘરે રેડ કરી છે. પુરસાવક્કમમાં ચેન્નાઈ પીએફઆઈના સ્ટેટ હેડની ઓફિસમાં પણ સર્ચ ચાલી રહ્યું છે.SS1MS