Western Times News

Gujarati News

છેવાડાનો માનવી ભૂખ્યો ન સૂવે એની ચિંતા અમે કરી રહ્યા છીએ:અન્ન નાગરિક પુરવઠા મંત્રી 

રાજ્યના ૭૧ લાખ કાર્ડધારકોને પહેલીવાર  સીંગતેલનું રાહતદરે વિતરણ કરાય છે-મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ૭૧ લાખ કાર્ડધારકોને રૂ.૧૦૦ના રાહત દરે ડબલ ફિલ્ટર્ડ સીંગતેલનું વિતરણ

અન્ન નાગરિક પુરવઠા મંત્રી શ્રી નરેશ પટેલે જણાવ્યું હતં કે, રાજયનો છેવાડાનો માનવી પણ ભૂખ્યોન સૂવે એની ચિંતા છેલ્લાં ૨૭ વર્ષથી અમારી સરકાર કરી રહી છે. એટલું જ નહીં ખેડૂતોને પાક ઉત્પાદનના પોષણક્ષમ ભાવો મળી રહે એની પણ સંપૂર્ણ ચિંતા અમે કરીને ખેડૂતોના પડખે ઊભા રહીને ખરીદી પણ કરી છે.

આજે વિધાનસભા ખાતે ખાદ્યતેલના ભાવો અકુશમાં રાખવા અગેના ટૂંકી મુદતના પ્રશ્નના પ્રત્યુંતરમાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે, ખેડૂતો અને નાગરિકો બંન્નેની ચિંતા કરતી આ સરકાર છે. ગરીબોને સહાયરૂપ થવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના 71 લાખ કાર્ડધારકોને પહેલીવાર રાહતદરે સીંગતેલનું વિતરણ કરવાનો મહત્વનો નિર્ણય રાજય સરકારે કર્યો છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, યુક્રેનના યુદ્ધના પરિણામે આંતરરાષ્ટ્રીય બજારોમાં ખાદ્યતેલના આયાત નિકાસમાં પ્રશ્નો હતા, પરંતું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્ષ્ટિવંત આયોજનના પરિણામે ગરીબ પરિવારોને કોઈ પણ તકલીફ પડવા દીધી નથી.

તેમણે કહ્યું કે, ગરીબ પરિવારોને ખાદ્યતેલ આપવા માટે મુખ્યમંત્રીશ્રીએ રાહતદરે સીંગતેલ પૂરું પાડવા માટેનો નિર્ણય કર્યો છે અને ગરીબ પરિવારોને પહેલીવાર ડબલ ફિલ્ટર્ડ સીંગતેલનું રૂ.૧૦૦ના રાહત દરે વિતરણ કરાશે. જેનો લાભ ૭૦ લાખ કાર્ડધારકોને મળશે. આ માટે રૂ.૯૭ની સબસિડી નાગરિકો વતી રાજય સરકાર વહન કરશે તેમ તેમણે ઉમેર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા જન્માષ્ટમીના તહેવારો દરમિયાન રાજ્યના ૬૬.૬૭ લાખ ગરીબ પરિવારને પ્રતિ કુટુંબ એક લીટર સીંગતેલનું રૂ.૧૦૦ના રાહત દરે વિતરણ કરવામાં આવ્યું છે અને આ મુજબ આગામી દિવાળીના તહેવારોમાં પણ વિતરણ કરાશે જેની શરૂઆત તા.૧લી ઑકટોબરથી કરાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.