માત્ર 475/-ના દરે મુલાકાતીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી રાત્રી રોકાણ કરી શકશે
કેવડિયા ખાતે પ્રવાસન માટે આવતી સામાન્ય જનતા તેમજ વિદ્યાર્થીઓને પોસાય તેવી નિવાસી વ્યવસ્થાની શરૂઆત
અમદાવાદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ અને લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની (Dream project of Prime Minister Narendra Modi Statue of Unity at Kevadia Colony) વીરગાથાના પ્રતીક સમાન સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા ખાતે બીઆરજી બજેટ સ્ટે સંકુલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેર જનતા માટે ખુલ્લું મુકતા પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે માત્ર 100 દિવસોમાં જુના સરકારી કવાટર્સને તોડીને પ્રવાસીઓ માટે વ્યાજબી દરની સુવિધાઓ સાથેની બીઆરજી બજેટ સ્ટે દ્વારા જે સુવિધાઓ વિકસાવવામાં આવી છે તે અભિનંદનને પાત્ર છે.
વધુમાં વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે હાલમાં આ સ્થળે દૈનિક રૂપિયા 475ના દરે નિવાસની સુવિધા આપતા 40 રૂમો જાહેર જનતા માટે શરૂ કરવામાં આવ્યા છે તેમજ પર્યટકો માટે ભોજનગૃહમાં વિવિધ પ્રકારની વાનગી પીરસવામાં આવશે. તેમજ આગામી દિવસોમાં અહીંયા પૂર્ણ સ્તરે 125 રૂમો શરુ કરવામાં આવશે.
આ પ્રસંગે પત્રકારો સાથેની વાતચીમાં બીઆરજી ગ્રુપના સ્થાપક શ્રી ચેરમેન બકુલેશ ગુપ્તાએ (BRG group founder Bakulesh Gupta) જણાવ્યું હતું કે મુખ્યમંત્રી પ્રેરીત વિચારધારાને સાકાર કરવાના હેતુથી સરદાર સરોવર ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ આસપાસના વિસ્તારોમાં આવેલ જોવાલાયક સ્થળોની મુલાકાતે આવતા ગ્રુપ પ્રવાસીઓ તેમજ શાળા-કોલેજના વિદ્યાર્થીઓને નજીવા પોસાય તેવા દરોએ 400થી વધુ મુલાકાતીઓ રહી શકે તેમજ ભોજન લઇ શકે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવાના હેતુને સાકાર કરવા માટે બીઆરજી બજેટ સ્ટેનું નિર્માણ કરવામાં આવ્યું છે. બીઆરજી બજેટ સ્ટેમાં માત્ર રૂપિયા 475/- પ્રતિ વ્યક્તિ પ્રતિ રાત્રીના દરે મુલાકાતીઓ રોકાણ કરી સ્ટેચ્યુ ઓફ યુનિટીની તેમની મુલાકાતને આનંદ સાથે માણી શકશે.
બીઆરજી બજેટ સ્ટેના લોકાર્પણ પ્રસંગે હાજર રહેલા બીઆરજી ગ્રુપના મેનેજીંગ ડિરેક્ટર શ્રી સરગમ ગુપ્તાએ પત્રકારો સાથેની વાતચીમાં જણાવ્યું કે બીઆરજી ગ્રુપના નેજા કેવડિયા ખાતે કોર્પોરેટ ઇવેન્ટ સાથે નાગરિકોના જીવનના યાદગાર પ્રસંગોને દુનિયાની ખ્યાતનામ જગ્યા ઉપર ઉજવવાની તમામ સુવિધાઓ એક જ સ્થળે એટલે કે બીઆરજી બજેટ સ્ટે ખાતે ઉપલબ્ધ રહેશે. દેશના વિભિન્ન રાજ્યોના ફૂડ સ્ટોલ સાથે સ્વાદિષ્ટ ભોજન અને પ્રકૃતિક વાતાવરણમાં સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્રને અને વિચારોને નજીકથી સમજવાં અને માણવાની તક બીઆરજી બજેટ સ્ટે ખાતે આપવામાં આવશે.
આ અંગે વધુમાં સરગમ ગુપ્તાએ ઉમેર્યું કે આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ આસપાસના જોવાલાયક સ્થળોની મુલાકાત માટે ગાઈડ તેમજ પરિવહનની તમામ વ્યવસ્થ બીઆરજી બજેટ સ્ટે ખાતે ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત રેસ્ટોરન્ટ, કોર્પોરેટ ઇવેન્ટ હોલ તેમજ 3000 થી 5000 વ્યક્તિઓના સામુહિક કાર્યક્રમના આયોજન માટે અત્યાધુનિક હોલ તેમજ લૉનની સુવિધા પણ બીઆરજી બજેટ સ્ટે ખાતે યોજી શકાશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા ખાતે મુલાકાતે આવતા મુલાકાતીઓએ પોતાના રોકાણ માટે બીઆરજી બજેટ સ્ટે કંપનીની વેબ સાઈટની મુલાકાત લઈને બુકિંગ કરાવવાનું રહેશે.