વડોદરામાં સિક્યોર ફ્યુચરના સંચાલક દંપત્તિ સામે વધુ ર૪ લાખની છેતરપીંડીની ફરીયાદ
વડોદરા, વિદેશની યુનિવર્સિટીઓમાં એડમિશન અપાવવાના બહાને કરોડો રૂપિયાની છેતરપીંડી આચરનાર ગેંડા સર્કલ પાસે આવેલી સિક્યોર ફ્યુચર કન્સલટન્ટના સંચાલક દંપત્તિ સામે ફરીયાદો નોંધાઈ છે.
જેમાં ગોરવા પોલીસ મથકે વધુ એક ફરીયાદ વિદેશની યુેનિવર્સિટીમાં એડમિશન અપાવવાના બહાને રૂા.ર૪ લાખની છેતરપીંડીની ફરીયાદ શિક્ષિકા અને વિદ્યાર્થીએે નોંધાવી છે. હાલ સંચાલક સાગર પટેલ જ્યુડીશ્યલ કસ્ટડી હેઠળ જેલમાં છે.
શહેરના હરણી ગામે રહેતી મિત્તલ ગોસ્વામી સમા નૂતન વિદ્યાલયમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે. તેમણ ફરીયાદમાં જણાવ્યુ છે કે દોઢ વર્ષ પહેલા અભ્યાસ માટે યુ.કે. જવા માટે ગેંડા સર્કલ ખાતે સારાભાઈ કેમ્પસમાં સિક્યોર ફ્યુચર કન્સ્લટન્ટની ઓફિસનો સંપર્ક સાધ્યો હતો.
ત્યારેે સંચાલક ઝીલ સાગર પટેલ અને સાગર પટેલે રૂા.૧પ લાખનું પેકેજ આપ્યુ હતુ. જે માટે રૂા.ર લાખ રોકડા તેમજ ૭.ર૭ લાખનું આરટી જીએસ થી પેમેન્ટ કર્યુ હતુ.
સમય વિતતા કોઈ પ્રક્રિયા ન કરી સંચાલકો ખોટા વાયદો કરતા હતા. આ માટે એડમિશન અંગેે પૂછતા સંચાલકોએ એડમિશન થશે નહી. જે થાય એ કરી લો એવા જવાબો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તેમજ સંચાલકોએ રકમ પાછી આપવા માટે આપેલ ચેકો બાઉન્સ થયા છે.
આમ, ૯.ર૩ લાખની છેતરપીડી આચરી છે. આ ઉપરાંત છાણીના વિદ્યાર્થી સની મેકવાનનેે ડર્બી યુનિવર્સિટીમાં એડમિશન અપાવવા માટેેે ૧પ લાખનુૃ પેકેજ આપી રૂા.૧.પ લાખ રોકડા તેમજ પ લાખ ચેકથી જમા કરાવ્યા હતા.
ત્યારબાદ સંચાલકોએ વધુ રૂપિયાની માંગ કરતાં રૂા.૮,૩ર, ૧૩૩ રૂપિયાની છેતરપીંડી આચરી હોવાની ફરીયાદ નોંધાવતા ગોરવા પોલીસે સંચાલક દંપત્તિ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ના ફૂડ એન્ડ સેફટી શાખાના ઈન્સ્પેક્ટરો દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી ખાદ્યપદાર્થોના શંકાસ્પદ નમુનાઓ લેવામાં આવ્યા હતા. જેનેે લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. તેમાથી રપ ફૂડ બિઝનેસ ઓપરેટરોના નમુનાન ાપાસા થયેલ જેમાં સબ સ્ટન્ડાર્ડ અને મિસ બ્રાડેડના કિસ્સામાં રૂા.૩,૩૧, ૦૦૦ નો દૃડ વસુલ કરવામાં આવ્યો છે.