જાેગિંગ કરતી મહિલા પાછળ ૧૦૦ ઘેટાંઓ ભાગવા લાગ્યા
નવી દિલ્હી, તમે હિન્હીમાં એક શબ્દ તો જરૂર સાભળ્યો હશે, આનો અર્થ થાય છે કે, બીજાની દેખાદેખીમાં કોઈ કામ કરવું. એવુ એટલા માટે, કારણ કે ઘેટાં આવું જ કરે છે. તે ટોળામાં જ ચાલે છે અને આગળ વાળા ઘેટાંને જાેઈને એક જ દિશામાં માથુ નમાવીને ચાલતા જાય છે.
પછી તે પણ નથી જાેતા કે, તે કઈ દિશામાં જઈ રહ્યા છે. હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં ટોળાની માનસિકતાનો એક અનોખો નમૂનો જાેવા મળી રહ્યો છે. વીડિયોમાં સેંકડો ઘેટાંઓ દેખાઈ રહ્યા છે જે એકબીજાને નહિ, પરંતુ એક મહિલાને ફોલો કરી રહ્યા છે. ટ્વીટર એકાઉન્ટ ‘ગૂડન્યૂઝ મૂવમેન્ટ’ સકારાતમ્ક અને મનોરંજનથી ભરપૂર વીડિયો પોસ્ટ કરવા માટે પ્રસિદ્ધ છે.
હાલમાં જ આ એકાઉન્ટ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં ૧૦૦થી વઘારે ઘેટાં એક મહિલાનો પીછો કરી રહ્યા છે જે જાેગિંગ કરતી નજરે પડી રહી છે. ઘેટાં તેમના ભરવાડ સાથે હરતા-ફરતા હોય છે. જ્યાં ભરવાડ જાય છે, ત્યાં તેઓ જતા હોય છે.
પરંતુ આ વીડિયોમાં તો એવુ લાગી રહ્યુ છે કે, જાેગિંગ પર નીકળેલી મહિલા જ તેમની માલિક બની ગઈ છે. એલેનોર સ્કોલ્સ નામની એક મહિલાએ જણાવ્યુ કે, આ વીડિયો ફ્રાન્સનો છે. તે હાઈકિંગ પર ગઈ હતી, ત્યારે વચ્ચે તેમને એક મહિલા દોડવીર દોડતી જાેવા મળી અને તેની પાછળ-પાછળ ૧૦૦થી વધારે ઘેટાં ભાગી રહ્યા હતા.
જ્યારે મહિલા એલેનોરને જાેઈને રોકાઈ ગઈ તો ઘેટાં પણ રોકાઈ ગયા. તે મહિલાએ જણાવ્યુ કે, ઘેટાં રસ્તા ભટકી ગયા હશે અને જ્યારે તેમણે તેને જાેઈ, તો તેનો પીછો કરવા લાગ્યા. પરંતુ જ્યારે તે મહિલા ફરીથી દોડવા લાગી, તો ઘેટાં પણ દોડવા લાગ્યા હતા.
ગુડન્યૂઝ મૂવમેન્ટ એકાઉન્ટ પર જ્યાં આ વીડિયોને ૩૬ લાખ લોકોએ નિહાળ્યો છે, ત્યાં એલેનોરના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયોને બે કરોડથી વધારે વ્યૂજ મળી ગયા છે. દરેક વ્યક્તિ આ જાેઈને સ્તબ્ધ છે કે, આખરે ઘેટાં કેવી રીતે પીછો કરી શકે છે.
કેટલાય લોકોએ કહ્યુ કે, એવુ લાગી રહ્યુ છે કે, ઘેટાંઓએ મહિલાને જ તેમની ટીમની લીડર માની લીધી છે. કોઈક લોકોએ મજાકમાં લખ્યુ છે કે, મહિલાએ આખું ટોળું જ ચોરી લીધુ છે અને તેમને લઈને ભાગી રહી છે.SS1MS