રહેવાસીઓ માટે માથાનો દુખાવો બની હેલિકોપ્ટર સર્વિસ
અમદાવાદ, શહેરમાં આ વર્ષના જાન્યુઆરી મહિનામાં સાબરમતી રિવરફ્રંટથી જાેયરાઈડ સર્વિસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જાે કે, સર્વિસ પાલડીમાં રહેતા લોકો માટે માથાના દુખાવા સમાન સાબિત થઈ છે. આ વિસ્તારમાં રહેતા હેતલ દોશી માટે વીકએન્ડ પર બપોરના સમયે બાળકોને ઉંઘાડવા તે એક મોટો ટાસ્ક બની ગયો છે.
‘જાેયરાઈડ સર્વિસના હેલિકોપ્ટરમાંથી અવાજ એટલો મોટેથી આવે છે કે મારા બાળકો ડરી જાય છે. મારે બે સ્પેશિયલ બાળકો છે અને કેટલીકવાર તેમને ઊંઘાડવા માટે પ્રિસ્ક્રિપ્શન દવાઓ આપવી પડે છે. આ દર વીકએન્ડમાં બપોરથી સાંજના ૫ વાગ્યા સુધીની આ જ કહાણી છે, જ્યારે સર્વિસ ચાલુ હોય છે’, તેમ દોશીએ કહ્યું હતું.
હેલિકોપ્ટર જાેયરાઈડ સર્વિસ ગુજસેઈલ દ્વારા સ્પાથિત કરવામાં આવી હતી અને જાન્યુઆરીથી સાબરમતી રિવરફ્રન્ટ પર વોટરડ્રોમથી કાર્યરત છે. હેલિકોપ્ટર રાઈડના લીધે ધ્વનિ પ્રદૂષણ ફેલાતું હોવાના આક્ષેપ સાથે એક રહેવાસીએ પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરે ફરિયાદ કરી હતી.
પાલડીમાં રિવરફ્રંટ નજીક રહેતા લોકો રિવરફ્રંટથી શરૂ કરાયેલી હેલિકોપ્ટર જાેયરાઈડ સર્વિસના કારણે થતાં ધ્વનિ પ્રદૂષણથી ભારે પરેશાન થઈ રહ્યા છે.
શનિવાર અને રવિવારે બપોરે દર નવ મિનિટે એક રાઈડ હોય છે અને હેલિકોપ્ટરના ઘોંઘાટના લીધે ભારે હાલાકી વેઠવી પડે છે, જે ઘણીવાર માનસિક તણાવનું કારણ પણ બને છે. મારા પિતાની ઉંમર ૯૭ વર્ષ છે અને તેઓ બપોરના સમયે શાંતિ ઈચ્છે છે’, તેમ પાલડીની ધરણીધર સોસાયટીમાં રહેતા વૈશાલી ત્રિવેદીએ ફરિયાદમાં જણાવ્યું હતું.
આ વિસ્તારમાં બ્રાઈડલવેઅર બુટીક ધરાવતા દિપાલીએ કહ્યું હતું કે, ‘જ્યારે સીપ્લેન ચાલુ હતું ત્યારે અવાજ આવતો નહોતો. હવે તે લગભગ સતત ચાલુ છે.
આવો જ કંઈક મત રજૂ કરતાં, આ વિસ્તારના રહેવાસી અને વ્યવસાયે ફેશન ડિઝાઈનર હેમલ શાહે જણાવ્યું હતું કે ‘મારા માતા-પિતાની ઉંમર ૮૦ વર્ષ છે અને વીકએન્ડ પર બપોરના સમયે આરામ કરવો તેમના માટે મુશ્કેલ બની જાય છે. અમે સમજીએ છીએ કે તે જાેયરાઈડ છે પરંતુ સમયને સવારે કેમ ખસેડી શકાતો નથી’.
વોટરડ્રોમ, જ્યાં હેલિપેડ છે તે રાજ્ય સરકારનો પ્રોજેક્ટ હતો અને એરોટ્રાન્સ જાેયરાઈડ પ્રોજેક્ટ માટેની એક્ઝિક્યૂટિંગ એજન્સી છે. આ સર્વિસ ચોક્કસપણે એક પ્રગતિશીલ સામાજિક માળખાકીય સેવા છે. હેલિકોપ્ટર સમગ્ર શહેરમાં ઉડે છે અને મોટાભાગના રહેણાંક વિસ્તારોને આવરી લે છે.
અમે અમારા સાથી રહેવાસીઓ સાથે સહાનુભૂતિ ધરાવીએ છીએ’, તેમ એરોટ્રાન્સના પ્રવક્તાએ કહ્યું હતું. વોટરડ્રોમમાં અગાઉ ટૂંકાગાળા માટે સીપ્લેન સર્વિસ જાેવા મળી હતી અને જાન્યુઆરીમાં જાેયરાઇડ સેવા શરૂ કરવામાં આવી હતી.SS1MS