સચિન પાયલટે રાજસ્થાનના સીએમ પદ માટે શરૂ કરી લોબિંગઃ વિરોધીઓને પણ જાેડવામાં લાગી ગયા
જયપુર, કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાં આગળ ચાલી રહેલા અશોક ગેહલોત સીએમ પદ છોડવાના સંકેતો વચ્ચે કોંગ્રેસના નેતા સચિન પાયલોટે લોબિંગ શરૂ કરી દીધું છે. તેઓ જયપુર જવા રવાના થયા છે. પાયલોટે ધારાસભ્યોનો સંપર્ક શરૂ કર્યો છે.
વાસ્તવમાં રાષ્ટ્રીય અધ્યક્ષ પદની ચૂંટણીના ધમધમાટ વચ્ચે મુખ્યમંત્રી પદમાં ફેરફારનો પવન પણ તેજ બન્યો છે. આ એપિસોડમાં કોંગ્રેસ નેતા સચિન પાયલટે લોબિંગ શરૂ કરી દીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાયલટે આવા ઘણા ધારાસભ્યોને પણ સામેલ કર્યા છે જે તેમના કટ્ટર વિરોધી હતા.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન ‘એક વ્યક્તિ, એક પદ’ સામે આવ્યા બાદ જ અશોક ગેહલોતે મુખ્યમંત્રી પદ છોડીને કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવાના સ્પષ્ટ સંકેતો આપ્યા છે. ત્યારથી રાજસ્થાનના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
જાે રાજકીય ગલિયારાઓનું માનીએ તો ગેહલોત સીએમ પદ છોડ્યા બાદ જ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડવાની તૈયારી કરી શકે છે. સાથે જ સચિન પાયલોટ સીએમ પદ માટે એડીચોટીનું જાેર લગાવી રહ્યા છે.
કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીને લઈને જયપુરથી નવી દિલ્હી સુધી ચર્ચા ચાલી રહી છે. દરેકના મનમાં સવાલ છે કે શું કોંગ્રેસની કમાન અશોક ગેહલોતના હાથમાં આવશે? જાે ગેહલોત અધ્યક્ષ તરીકે પાર્ટી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપે તો શું તેઓ મુખ્યમંત્રી પદથી મુક્ત થઈ જશે? આ પ્રશ્ન રાજકીય વર્તુળોમાં દરેકના મનમાં ઉઠી રહ્યો છે.
હાલમાં જ કોંગ્રેસના નેતા સચિન પાયલટ એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. ત્યારે અહીં એક લેડી રિપોર્ટરે સચિન પાયલટને પૂછ્યું કે શું હું રાજસ્થાનના આગામી મુખ્યમંત્રી સાથે વાત કરી રહી છું?’ પાયલટે હસતા હસતા જવાબ આપ્યો કે મને ખબર નથી કે ભવિષ્યમાં શું થશે, પરંતુ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી આવી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે કેટલાક ર્નિણયો નેતૃત્વ દ્વારા લેવાના હોય છે, પરંતુ આપણા બધાનો સામૂહિક હેતુ એ છે કે આપણે મજબૂત બનીએ.HS1MS