Western Times News

Gujarati News

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રાજ્યમાં ભરૂચ જીલ્લો ત્રીજા સ્થાને

ભરૂચમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષની ઉપસ્થિતિમાં ૭૨૭૨ સુકન્યા યોજનાની પાસબુકનું વિતરણ કરાયું

ભરૂચ, ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકોર હોલ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ૭૨૭૨ દીકરીઓના ખોલાયેલા સુકન્યા સમૃદ્ધિ ખાતાઓનો પાસબુક વિતરણ સમારોહ યોજાયો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૨ મા જન્મદિવસ નિમિત્તે સુકન્યા સમૃદ્ધિ યોજનાનું અભિયાન ભરૂચ જીલ્લામાં ઉપડવામાં આવ્યુ હતું.જનજાગૃતિ અને જીલ્લાની જરૂરીયાતમંદ દિકરીઓ માટે અભિયાનના પ્રેરક ભાજપ પ્રદેશ પૂર્વમંત્રી ભરતસિંહ પરમારના પ્રયત્નો તેમજ સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ આ સેવા અભિયાન સફળ થયું હતું.

ભરૂચ જીલ્લા ભારતીય જનતા પાર્ટી અને ત્રાલસા અસ્મિતા વિકાસ કેન્દ્રના સંયુકત ઉપક્રમે દાતાઓના સહયોગથી મળેલી રૂપિયા ૭૨.૭૨ લાખની ધનરાશિથી ખાતા દીઠ ૧૦૦૦ રૂપિયા જમા કરી જીલ્લાની ૭૨૭૨ દીકરીઓના ખાતા ખોલાયા હતા.

દિકરીઓ આર્ત્મનિભર બને એ ભાવના સાથે તેમનુ સન્માન થાય એ હેતુ થી પાસબુક વિતરણ સમારંભ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે ભરૂચ જીલ્લા ભાજપ અને અસ્મિતા વિકાસ કેન્દ્રને આ અભિયાન માટે અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે ૭૨૭૨ નો આંક તો એક પડાવ છે,આપણી મંજિલ જીલ્લાની ૧૦ વર્ષ સુધીની તમામ દીકરી છે.

જેના સુકન્યા ખાતા ખુલવા જાેઈએ.જીલ્લાના તમામ ધારાસભ્યોને પણ તેમણે પોતાના મતવિસ્તારમાં સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ દરેક દીકરીને મળે તે માટે ટકોર કરી હતી.સાથે જ વિધાનસભા ચૂંટણી આવી રહી હોય ત્યારે ટિકિટ માટે આવતા ઉમેદવારોએ કેટલા સમૃદ્ધિ ખાતા ખોલાવ્યા તેની માહિતી પણ મેળવીશ તેવી પણ પ્રદેશ પ્રમુખે આ તબક્કે માર્મિક ટકોર કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુકન્યા યોજના હોય કે વિમાં યોજના કે પછી ફ્રી વેકસીન કે ૮૦ કરોડ લોકોને અનાજ વિતરણ દરેક પ્રતિબદ્ધતાથી કરી રહ્યા છે.આ કોઈ રેવડી નથી તેવી ટકોર હાલના ચૂંટણી વાતાવરણને લઈ કરી હતી.આ પ્રસંગે જીલ્લા ભાજપ દ્વારા રૂ.૧૧ લાખનો ચેક સુકન્યા સમૃદ્ધિ યોજના ના ખાતા માટે પોસ્ટ અધિક્ષક આર.બી.ઠાકોરને આપવામાં આવ્યો હતો.

સુકન્યા સમૃદ્ધિ યોજનાની પાસબુક વિતરણ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ,પૂર્વ સાંસદ ભારતસિંહ પરમાર,વિધાનસભા ઉપદંડક દુષ્યંતભાઈ પટેલ, અંકલેશ્વર ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ,વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણા,પ્રદેશ ઉપાધ્યક્ષ જનકભાઈ બગદાણા,જીલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા,નર્મદા જીલ્લા પ્રમુખ ધનશ્યામભાઈ પટેલ,ઉપ પ્રમુખ જીલ્લા ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ,પોસ્ટ અધિક્ષક આર.બી.ઠાકોર,અસ્મિતા કેન્દ્રના યશવંત પટેલ અને સમીર પટેલ સહિતના ઉપસ્થિત અગ્રણીઓના હસ્તે કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.