Western Times News

Gujarati News

ભારતમાં રહેતો દરેક વ્યક્તિ હિંદુ છેઃ મોહન ભાગવત

ઇસ્લામ ધર્મનો પ્રચાર કરનારા મુગલો અને ઇસાઇ ધર્મનો પ્રચાર કરનારા બ્રિટિશ શાસકોથી પહેલાં હિંદુઓ અસ્તિત્વમાં હતા

હિંદુ બનવા માટે ધર્મ બદલવાની જરૂર નથી

શિલોંગ,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે રવિવારે મેઘાલયના શિલોંગમાં એક વિશિષ્ટ નાગરિક સંમેલનને સંબોધિત કર્યુ હતુ. આ બેઠક પારંપારિક ખાસી સ્વાગત સાથે શરૂ થઈ હતી. તેમાં આરએસએસ પ્રમુખને પારંપારિક પોશાક પહેરાવવામાં આવ્યો હતો.

તેમણે ભાષણમાં કહ્યુ હતુ કે, હિમાલયના દક્ષિણમાં, હિંદ મહાસાગરના ઉત્તરમાં અને સિંધુ નદીના કિનારે વસતા લોકો પરંપરાગત રીતે હિંદુ કહેવાય છે. ઇસ્લામ ધર્મનો પ્રચાર કરનારા મુગલો અને ઇસાઇ ધર્મનો પ્રચાર કરનારા બ્રિટિશ શાસકોથી પહેલાં હિંદુઓ અસ્તિત્વમાં હતા.

હિંદુ ધર્મ નથી, પરંતુ જીવન જીવવાની રીત છે. આરએસએસના પ્રમુખે કહ્યુ હતુ કે, હિંદુ શબ્દ એ દરેક વ્યક્તિ માટે વપરાય છે જે ભારત માતાના પુત્ર છે. ભારતીય પૂર્વજાેના વંશજ છે અને તે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે રહે છે. હિંદુ બનવા માટે કોઈ ધર્મ બદલવાની જરૂર નથી. કારણ કે ભારતનો દરેક વ્યક્તિ હિંદુ છે. અમે હિંદુ છીએ, પરંતુ હિંદુની કોઈ વિશેષ પરિભાષા નથી. આ અમારી ઓળખ છે.

ભારતીય અને હિંદુ બંને શબ્દ પર્યાયવાચી છે. ભારતમાં રહેતા દરેક લોકો ઓળખથી તો હિંદુ જ છે. આ એક ભૂસાંસ્કૃતિક ઓળખાણ છે. ભારત એક પશ્ચિમી અવધારણાવાળો દેશ નથી. આ અનાદિકાળથી એક સાંસ્કૃતિક દેશ રહ્યો છે. વાસ્તવિક રીતે, આ એક એવો દેશ છે જેણે દુનિયાને માનવતાનો પાઠ ભણાવ્યો છે. સંમેલનને સંબોધિત કરતી વખતે મોહન ભાગવતે કહ્યુ હતુ કે, ભારતની એકતા જ તાકાત છે.

ભારત જે વિવિધતાનો દાવો કરે છે તે ગર્વની વાત છે. આ ભારતની એક વિશેષતા છે કે, સદીઓથી ચાલતી આવે છે. અમે હંમેશા એક રહ્યા છીએ. જ્યારે આપણે ભૂલી જઈએ છીએ ત્યારે આપણી સ્વતંત્રતા ભૂલી જઈએ છીએ. આ માટે આપણે નક્કી કરવું જાેઈએ કે, આપણે એક થઈએ અને આપણા દેશને મજબૂત અને વધુ આર્ત્મનિભર બનાવીએ.

આપણે સૌએ આ એકતા માટે કામ કરવું જાેઈએ. ભારત અનાદિકાળથી એક પ્રાચીન રાષ્ટ્ર છે. ભારતની સ્વાતંત્રતા ખોવાઈ ગઈ, કારણ કે અહીંના લોકો સભ્યતાના આદર્શ વાક્ય અને મૂલ્યો ભૂલી ગયા છીએ.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.