ટીમ ક્યાં નબળી છે?:રોહિત શર્મા
નવ વર્ષ પછી ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ પણ રોહિત ખુશ નથી
ભારતે ભલે હૈદરાબાદ ટી-૨૦ મેચ છ વિકેટથી જીતી હોય, પરંતુ અત્યારે ભારતીય ટીમને છેલ્લી ઓવરોની બોલિંગમાં ઘણી મુશ્કેલીઓ થઈ રહી છે
નવી દિલ્લી,સૂર્યકુમાર યાદવ અને વિરાટ કોહલીએ અર્ધશતક બનાવી ભારતે હૈદરાબાદમાં ત્રીજી અને છેલ્લી ટી૨૦ મેચમાં ઓસ્ટ્રેલિયાને છ વિકેટથી હરાવ્યું હતું. આ જીત પછી ભારતે ૩rd ટી૨૦ સિરીઝને ૨-૧થી પોતાના નામે કરી લીધી છે. ભારતે નવ વર્ષ પછી હોમ ગ્રાઉન્ડ ઓસ્ટ્રેલિયાને ટી૨૦ સિરીઝમાં હરાવ્યું છે. ૨૦૧૯માં રમાયેલી સિરીઝમાં ભારત બંને ટી૨૦ હારી ગયું હતું. ત્યાં ૨૦૧૭-૧૮માં સિરીઝ ૧-૧થી ટાઈ થઈ હતી.
આ સિરીઝમાં ભારતને મોહાલીમાં થયેલા પ્રથમ મુકાબલામાં હાર મળી હતી. ત્યારબાદ ભારતે નાગપુર અને હૈદરાબાદમાં જીત મેળવીને સિરીઝ પોતાના નામે કરી લીધી હતી. પરંતુ ભારતીય કપ્તાન રોહિત શર્મા સિરીઝને લઈને ખુશ જાેવા નથી મળ્યા. આજે પણ અવી ઘણી બાબતો છે, જ્યાં ટીમને સુધારાની જરૂર છે.
મેચ પછી રોહીતે આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. રોહિત શર્માએ મેચ પછીની રજૂઆતમાં કહ્યું કે, ‘આ અમારા માટે મોટી તક હતી. અમે સારૂં રમવા માંગતા હતા અને એમાં અમે સફળ પણ રહ્યા છીએ. અમારા માટે સારી બાબત એ છે કે, ઘણા બોલરો અને બેટર્સે જીત મેળવામાં યોગદાન આપ્યું છે.
અમે બધા ડ્રેસિંગ રૂમમાં બેસીને જાેતા ત્યારે એક ટીમ તરીકે ખૂબ જ સારૂં લાગતું હતું. ઘણીવાર સારા પ્રદર્શન કરવામાં ખરાબ થઈ જાય છે. આ ટી૨૦ ક્રિકેટ છે અને આમાં ભૂલ ઓછી થવી જાેઈએ. મને લાગ્યું કે અમે તકનો ફાયદો ઉઠાવ્યો છે, અમે જાેખમ લેવાથી પીછેહઠ કરી નથી. ઘણીવાર આ બાબત આપણા હાથમાં નથી પણ હોતી.
પણ હા અમે આ મેચ સાથે આ શીખ લઈને જઈશું. ભારતે ભલે હૈદરાબાદ ટી-૨૦ મેચ છ વિકેટથી જીતી હોય. પરંતુ અત્યારે ભારતીય ટીમને છેલ્લી ઓવરોની બોલિંગમાં ઘણી મુશ્કેલીઓ થઈ રહી છે. આગામી ટૂંક સમયમાં ટી-૨૦ વર્લ્ડ કપ આવી રહ્યો છે. આ માટે કપ્તાન રોહિત શર્માએ ચિંતા વ્યક્ત કરી છે.
તેમણે કહ્યું કે, ‘અમે ભલે જીત્યા હોઈએ, પણ ઘણી જગ્યા એવી છે, ખાસ કરીને અમારી છેલ્લી ઓવરની બોલિંગ. જેમાં અત્યારે ઘણાં સુધારાની જરૂર છે. જાેકે કપ્તાન રોહિતે હર્ષલ પટેલ અને જસપ્રીત બુમરાહનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે, આ બંને બોલરો ઘણાં સમયથી ટીમમાં વાપસી કરી રહ્યા છે.
આપણે જાણીએ છીએ કે, ઓસ્ટ્રેલિયાની સામે મિડલ અને લોઅર ઓર્ડરમાં બોલિંગ કરવી મુશ્કેલ છે. તે માટે હાલ આ મામલે વિચાર કર્યો નથી. આ બંને બોલર ઈજામાંથી સાજા થઈ પરત ફર્યા છે. આશા છે કે, આ ખેલાડીઓ ફરીથી પોતાની લયમાં રમવા લાગશે. બુમરાહે હૈદરાબાદ ટી-૨૦માં ચાર ઓવરમાં ૫૦ રન આપ્યા છે. પોતાના ટી-૨૦ કરિયરમાં પહેલીવાર બુમરાહે ૫૦ રન આપ્યા છે.
તેમણે કોઈ વિકેટ પણ નથી લીધી. આ પહેલાં ૨૦૧૬માં બુમરાહે લોડરહીલમાં વેસ્ટઈન્ડીઝની સામે ૪૭ રન આપ્યા હતા. બીજી તરફ હર્ષલ પટેલ તો પોતાની ૪ ઓવર કરી જ નથી શક્યા. તેમણે બે ઓવરમાં ૧૮ રન આપ્યા. ભુવનેશ્વર કુમારે એકવાર ફરી ૧૮મી ઓવર નાખી અને ફરી મોંઘા સાબિત થયા, તેમણે આ ઓવરમાં ૨૧ રન આપ્યાં. ઓસ્ટ્રેલિયાએ છેલ્લી 5 ઓવરમાં ૬૩ રન બનાવ્યા હતા.ss1