Western Times News

Gujarati News

આંખ-નાકની સફાઇ પર ધ્યાન નહીં આપો તો થશે બીમારી

પ્રતિકાત્મક

બેંગ્લોરનો કિસ્સો: મહિલાના શરીરમાંથી ડોક્ટર્સે કાઢ્યા ૧૪૫ કીડા

આંખ મગજ સાથે જાેડાયેલી હોય છે, તેથી જાે આંખમાં ઇન્ફેક્શન થાય તો તે દિમાગને પણ અસર કરી શકે છે

નવી દિલ્હી,ભારત સહિત વિશ્વમાં અનેક અજીબ બીમારીઓ અને તેનાથી થતાં દુષ્પ્રભાવોને લઇને અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. આવો જ એક અજીબ કેસ બેંગ્લોરમાં સામે આવ્યો છે. એક સર્જરી દરમિયાન મહિલાની આંખ અને નાકમાંથી એક બે નહીં પણ ૧૪૫ કીડા (નાના જંતુ, બેક્ટેરિયા) કાઢ્યા છે.

સાંભળવામાં અજીબ લાગતી આ બાબત એક ગંભીર બીમારી છે. રિપોર્ટ અનુસાર, બેંગ્લોરની રાજરાજેશ્વરી નગર સ્થિત સ્પર્શ હોસ્પિટલમાં ડોક્ટર્સે એક સર્જરી દરમિયાન ૬૫ વર્ષીય મહિલાની આંખ અને નાકમાંથી કીડા કાઢ્યા છે. મહિલાને એક વર્ષ અગાઉ મ્યૂકોર્મિકોસિસ અને કોવિડ -૧૯ પણ થયો હતો.

આ કીટાણુંઓના કારણે તેના નાકમાં નેઝલ કેવિટી થઇ હતી, જેના કારણે ડોક્ટર્સે તેના નાકમાંથી ડેડ ટિશ્યૂ કાઢ્યા હતા. અહીં જાણો, શું છે આ કેસ અને કઇ બીમારીના કારણે આ ગંભીર સમસ્યાનો સામનો કરવો પડે છે. ડોક્ટર્સ અનુસાર, નાકના છીદ્રોમાં મોઇશ્ચર હોય છે, જાે કોઇ વ્યક્તિ નાકની સાફ-સફાઇ પર ધ્યાન નથી આપતું તો દુર્ગંધથી આકર્ષિત થતી માખીઓ નાકની અંદર ઇંડા મુકી શકે છે જે બાદમાં કીડામાં પરિવર્તિત થાય છે.

ડોક્ટર્સ અનુસાર, જાે આ કીડાને દૂર ના કરવામાં આવે તો તે માથા સુધી પહોંચી શકે છે અને મગજના ટિશ્યુને નુકસાન પહોંચાડી શકે છે. આંખ મગજ સાથે જાેડાયેલી હોય છે, તેથી જાે આંખમાં ઇન્ફેક્શન થાય તો તે દિમાગને પણ અસર કરી શકે છે. જર્નલ ઓફ નેપાલ મેડિકલ એસોસિએશનના ૨૦૨૧ના સંશોધન અનુસાર, આ પ્રકારના કીડા નાક, કાન, ટ્રેકિયોસ્ટોમી ઘા, ચહેરા અને દાંતના પેઢામાં પણ થઇ શકે છે.

રિસર્ચ અનુસાર, દર્દીમાં અલગ અલગ પ્રકારના જાેખમ કારકો અને રોગ પણ શરીરને આ સ્થિતિમાં વધારે સંવેદનશીલ બનાવે છે. મહિલાને ત્રણ દિવસ સુધી નાકમાંથી લોહી વહેવા અને ડાબી આંખ પર સોજાે રહ્યો હતો. તપાસ બાદ નાક અને આંખમાં કીડા હોવાની જાણકારી મળી, જેના કારણે મહિલાને ડાબી આંખ ગુમાવવી પડી હતી અને તે ભાગમાં સતત દર્દ પણ થઇ રહ્યો હતું. જાે કે, કીડા દૂર કર્યા બાદ દર્દીની હાલત હવે સારી છે.

મહિલાએ ત્રણ મહિના પહેલાં જ અન્ય હોસ્પિટલમાં ઇલાજ કરાવ્યો હતો, આ સિવાય અગાઉ પણ આ પ્રકારના લક્ષણોના કારણે તેની આંખોમાં સોજા આવી જતા હતા. સોજાના કારણે આંખોને વધુ નુકસાન થયું છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્‌સ ઓફ હેલ્થ અનુસાર, આ બીમારીને નેઝલ માયોસિસ તરીકે ઓળખવામાં આવે છે.

જેમાં માખીની લાળ દ્વારા નાકના છીદ્રો પર ઇન્ફેક્શન થાય છે. તેનાથી પ્રભાવિત સ્કિન ટિશ્યૂ ખરાબ થઇ જાય છે, ઉપરાંત કેટલીક ઘાતક અને જાેખમી સ્વાસ્થ્ય અસરો પણ થઇ શકે છે. વૈજ્ઞાનિકો અનુસાર, ભારત જેવા ઉષ્ણકટિબંધીય દેશોમાં આ સમસ્યા વધારે જાેવા મળે છે.

ગરમ અને ભેજવાળા વાતાવરણના કારણે આ સમસ્યા વૃદ્ધો, ખાસ કરીને મહિલાઓમાં વધારે જાેવા મળે છે. આ ઉપરાંત નાક-આંખની સફાઇ પર ધ્યાન નહીં આપતા લોકોને પણ આ બીમારી થઇ શકે છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.