આદિત્ય પસંદ હોવા છતાં નેહાએ આખરે કેમ ન કર્યા લગ્ન?
મુંબઈ, નેહા કક્કડ અને આદિત્ય નારાયણ ઘણા વર્ષથી સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલનો ભાગ છે. સાથે કામ કરવા દરમિયાન બંને ખૂબ સારા મિત્રો બની ગયા છે.
પરંતુ એક સમય એવો હતો જ્યારે બંને વચ્ચે અફેર હોવાની ચર્ચા થતી હતી. ઈન્ડિયન આઈડલ ૧૧ દરમિયાન બંને એકબીજા સાથે ફ્લર્ટ કરતાં હોય તેવું ઘણીવાર જાેવા મળ્યું હતું. આ જ સીઝનમાં ઉદિત નારાયણ તેમજ દીપા નારાયણ મહેમાન બનીને આવ્યા હતા અને તેમણે પણ ‘વહુ’ તરીકે નેહા પસંદ હોવાનું કહ્યું હતું. શો ખતમ થાય તે પહેલા સ્ટેજ પર નેહા અને આદિત્યના લગ્ન પણ કરાવવામાં આવ્યા હતા.
જાે કે, ઈન્ડિયન આઈડલ ૧૨ પહેલા જ્યારે બંનેએ તેઓ અલગ-અલગ વ્યક્તિ સાથે પરણી રહ્યા હોવાની જાહેરાત કરી ત્યારે ફેન્સના દિલ તૂટી ગયા હતા. હાલમાં જ, પ્લેબેક સિંગરે આદિત્ય સાથે લગ્ન ન કરવાનું કારણ જણાવ્યું હતું. વાત એમ છે કે, ઈન્ડિયન આઈડલ ૧૩નો થિયેટર રાઉન્ડ ખતમ થઈ ગયો છે અને શોને ટોપ ૧૫ કન્ટેસ્ટન્ટ્સ મળી ગયા છે. રવિવારના એપિસોડનો એપિસોડ મસ્તીભર્યો રહ્યો હતો.
કન્ટેસ્ટન્ટ ચિરાગ કોટવાલની બેગ ઓડિશન રાઉન્ડ દરમિયાન ચોરી થઈ ગઈ હતી. જ્યારે તે થિયેટર રાઉન્ડમાં પર્ફોર્મ કરવા આવ્યો ત્યારે નેહા કક્કડે બેગ ખોવાઈ ગઈ તો તે પોતાના જમ્મુ કાશ્મીર સ્થિત ઘરે કેવી રીતે ગયો તે વિશે સવાલ પૂછ્યો હતો.
તેના પર ચિરાગ કોટવાલે આદિત્ય નારાયણે તેની મદદ કરી હોવાનું કહ્યું હતું અને ૧૫૦૦ રૂપિયા આપ્યા હોવાનું પણ જણાવ્યું હતું. તે સાંભળીને નેહા કક્કડે કહ્યું હતું કે, આદિત્ય નારાયણ હવે તેની પાસેથી વ્યાજના પૈસા લેશે. હિમેશ રેશમિયાએ વચ્ચે કૂદી પડતાં કહ્યું હતું ‘આટલા ઓછા પૈસા પર આદિત્ય તું વ્યાજ લે તે વાત ખોટી છે’. ત્યારે નેહાએ કહ્યું હતું ‘એટલે તો મેં તેની સાથે લગ્ન ન કર્યા’.
આ સાંભળી સૌ હસી પડ્યા હતા. હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં આદિત્ય નારાયણે ‘ઈન્ડિયન આઈડલ ૧૩’ના જજ વિશાલ દદલાની, હિમેશ રેશમિયા અને નેહા કક્કડ સાથેના બોન્ડિંગ વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે ‘મેં ઘણા શો કર્યા છે, પરંતુ વિશાલ, હિમેશ અને નેહા સાથે કામ કરવાની મજા આવે છે.
તેઓ ત્રણેય સારા માણસો છે અને તેમની સાથે કામ કરવું સરળ છે. નેહા અને હું મિત્રો છે, અમે હંમેશા જાેક્સ કહેતા રહીએ છીએ અને મોટેથી હસીએ છીએ. સફળતા મેળવ્યા બાદ પણ કેવી રીતે જમીન સાથે જાેડાયેલા રહેલું તે હું એમની પાસેથી શીખ્યો છું’.SS1MS