નારણપુર ગામે પશુઆરોગ્ય મેળા કેમ્પમાં ૫૫૨ પશુઓને નિદાન-સારવાર અપાઈ
(પ્રતિનિધિ)ભિલોડા , અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના નારણપુર ગામે આજરોજ યોજાયેલા પશુ આરોગ્ય મેળા કેમ્પમાં ગામના ૮૮ પશુપાલકોના ૫૫૨ પશુઓને વિવિધ નિદાન અને સારવાર આપવામાં આવી હતી. તેમજ ગળસુંઢાની રસી મુકવામાં આવી હતી.
કૃષિ મહોત્સવ-૨૦૧૯ અંતર્ગત નારણપુર ગામે યોજાયેલા આ પશુ આરોગ્ય મેળા કેમ્પને દિપ પ્રગટાવીને તાલુકા પંચાયત પ્રમુખ દોલજીભાઈ વી.કોટડ અને ગામના સરપંચ વણજારા કસ્તુરભાઈએ ખુલ્લો મુક્યો હતો. નાયબ પશુપાલન નિયામક, અરવલ્લી જિલ્લા પંચાયત ડો.એમ.કે.ચૌહાણના માર્ગદર્શન અને સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં ગાયો તથા ભેંસો સહિતના પશુઓનું નિદાન કરી વિવિધ સારવાર આપવામાં આવી હતી. અને ગળસુંઢાનું રસીકરણ પણ કરવામાં આવ્યું હતું. કેમ્પનું સુચારૂ આયોજન ભિલોડા પશુ દવાખાના પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. કેમ્પના ઉદ્ઘાટન કાર્યક્રમમાં દૂધ મંડળીના સેક્રેટરી ગરાહ ગલજીભાઈ ધુળાભાઈ, ચેરમેન ખાંટ કાંતીભાઈ ભિખાભાઈ અને પશુપાલકો ઉપસ્થિત હતાં.*