રાજુ શ્રીવાસ્તવની પ્રાર્થના સભામાં ભાવુક થયા જૉની લીવર

મુંબઈ, ભારતના સૌથી લોકપ્રિય કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવના અવસાન બાદ રવિવારે ૨૫ સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં તેમની યાદમાં એક પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રાર્થના સભામાં જૉની લીવર, સુનીલ પાલ, કપિલ શર્મા, ભારતી સિંહ, કીકૂ શારદા જેવા ટોપ કોમેડિયન્સ સામેલ થયા હતા. અહીં સૌની આંખોમાંથી રાજુ શ્રીવાસ્તવને શ્રદ્ધાંજલિ આપતી વખતે આંસુ નીકળતા જાેવા મળ્યા હતા.
આ પ્રાર્થના સભામાં કપિલ શર્મા, કીકુ શારદા, ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયા એકસાથે પહોંચ્યા હતા. પ્રાર્થના સભા દરમિયાન કપિલ અને ભારતી ભીની આંખો સાથે જાેવા મળ્યા હતા. કપિલે ભારતીને ખભાથી પકડીને કારમાં છોડી ગયા હતા. સુનીલ પાલ અને શૈલેષ લોઢા પણ અહીં પહોંચ્યા હતા અને રાજુ શ્રીવાસ્તવના અવસાનને લીધે ખૂબ જ દુઃખી જાેવા મળતા હતા.
બોલિવૂડ એક્ટર નીલ નીતિન મુકેશ તેના પિતા નીતિન મુકેશ આ પ્રાર્થના સભામાં પહોંચ્યો હતો. આ પ્રાર્થના સભામાં ટીવી એક્ટર ગુરમીત ચૌધરી પણ જાેવા મળ્યા હતા. આ દરમિયાન, મીડિયા સાથે વાત કરતા જાેની લીવરે રાજુ શ્રીવાસ્તવ સાથેના તેના બોન્ડિંગ વિશે વાત કરતા કહ્યું, રાજુના સંઘર્ષના દિવસો મારી સાથે શરૂ થયા હતા. અમારા પારિવારિક સંબંધો હતા અને અમે પડોશીઓ પણ છીએ.
તો તમે સમજી શકશો કે તેની વિદાયને લીધે મને કેટલું દુઃખ થયું હશે. આપણે એક મહાન કલાકાર ગુમાવ્યા છે. રાજુએ ઘણા વર્ષો સુધી ઘણા લોકોને હસાવ્યા પણ અચાનક આપણને છોડીને ચાલ્યા ગયા. સ્ટેન્ડઅપ કોમેડી માટે આ બહુ મોટું નુકસાન છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઓગસ્ટમાં કાર્ડિયાક અરેસ્ટ બાદ રાજુને દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં રાજુ કોમામાં સરી ગયા હતા અને તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ઘણી સારવાર પછી પણ તેઓ ભાનમાં આવી શક્યા ન હતા અને ૨૧ સપ્ટેમ્બરે તેનું મૃત્યુ થયું હતું.SS1MS