સંન્યાસ લેનારી નૂપુર અઢી વર્ષથી પતિથી અલગ રહેતી હતી

મુંબઈ, ગત મહિને જ ટીવી એક્ટ્રેસ નૂપુર અલંકારે ટીવી ઈન્ડસ્ટ્રી છોડીને સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. ૨૭ વર્ષથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં સક્રિય નૂપુરની આ જાહેરાત સાંભળીને સૌને ઝટકો લાગ્યો હતો. નૂપુરે સંન્યાસ તો થોડા મહિનાથી લીધો છે પરંતુ તેણે દુન્યવી બાબતોથી પોતાને લાંબા સમય પહેલા જ મુક્ત કરી દીધી હતી. પતિ સાથેના વૈવાહિક સંબંધો પણ નૂપુરે વર્ષો પહેલા જ ત્યાગી દીધા હતા.
નૂપુર અને તેના પતિએ ૩ વર્ષ પહેલા જ પતિ-પત્ની તરીકેના સંબંધોનો અંત આણ્યો હતો. તેઓ છેલ્લા અઢી વર્ષથી સાથે પણ નહોતા રહેતા. પતિ અને પત્ની વચ્ચે જે પ્રેમ અને લાગણીઓ હોવી જાેઈએ તે નૂપુર અને તેના પતિ વચ્ચે ખાસ્સા સમયથી નહોતી. તેમની વચ્ચે એકબીજા પ્રત્યે શારીરિક આકર્ષણ પણ નહોતું રહ્યું.
તેમણે પ્રયાસ કર્યા છતાં કંઈ ના વળ્યું. ધીમે-ધીમે તેઓ એકબીજાથી વધુને વધુ દૂર થવા લાગ્યા અને વૈવાહિક જીવનનો અંત આવ્યો. નૂપુર અને તેના પતિ વચ્ચેના સંબંધોમાં અંતર કેમ આવી ગયું? તેનો સાચો ઉત્તર તો નૂપુર જ આપી શકે છે.
પરંતુ તેઓ હવે સાથે નથી તે હકીકત છે. નૂપુરે અગાઉ આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘મેં ફેબ્રુઆરીમાં સંન્યાસ લીધો હતો. હું તીર્થસ્થળોની મુલાકાત લેવામાં અને જરૂરિયાતમંદોની મદદ કરવામાં વ્યસ્ત છું. આધ્યાત્મ તરફ મારો હંમેશા ઝુકાવ રહ્યો છે અને તેને અનુસરતી હતી.
તેથી, હું સંપૂર્ણરીતે સમર્પિત થઈ તે પહેલા સમય પહેલાની આ વાત હતી. શંભુ શરણ ઝા જેવા યોગ્ય ગુરુને મળવીને ધન્યતા અનુભવું છું, આ માટે હું CINTAA (સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ અસોસિએશન)ની આભાર છું, જ્યાં મેં કમિટીના સભ્ય તરીકે કામ કર્યું હતું અને હેલ્થ વર્કશોપનું આયોજન કર્યું હતું. તેના લીધે હું મારા ગુરુના સંપર્કમાં આવી હતી, જેમણે મારા જીવનનો માર્ગ બદલી નાખ્યો’.
નૂપુર અલંકારે મુંબઈ શહેર પણ છોડી દીધું છે અને હવે તે હિમાલયમાં વસવાટ કરશે. નૂપુરના કહેવા પ્રમાણે, આધ્યાત્મ તરફ તેનો ઝુકાવ હંમેશાથી રહ્યો હતો અને લોકડાઉને આ માર્ગ પર આગળ વધવામાં મદદ કરી હતી. નૂપુર ૨૦૦૭થી જ યોગ કરતી આવે છે.
નૂપુરે એક્ટર અલંકાર શ્રીવાસ્તવ સાથે ૨૦૦૨માં લગ્ન કર્યા હતા. નૂપુરના પતિએ પણ તેના સંન્યાસના ર્નિણયને ખુલ્લા દિલથી સ્વીકાર્યો હતો. અગાઉ નૂપુરે જણાવ્યું હતું કે તેણે અને તેના પતિએ અલગ થવા માટે કાયદાકીય માર્ગ નહોતો અપનાવ્યો. મહત્વનું છે કે, ૪૯ વર્ષીય નૂપુર શક્તિમાન, ઘર કી લક્ષ્મી બેટીયા અને તંત્ર જેવા ૧૫૭ ટીવી શો તેમજ રાજાજી, સાંવરિયા અને સોનાલી કેબલ જેવી ફિલ્મોનો ભાગ રહી ચૂકી છે.SS1MS