નવરાત્રી દરમ્યાન ટ્રેનમાં ખરીદી શકાશે ડુંગળી-લસણ વગરની ‘વ્રત થાળી’
નવરાત્રીની આજથી શરુઆત થઇ છે, નવરાત્રિના પહેલાં નોરતે જ ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતીય રેલ્વેએ મુસાફરો માટે તહેવારોની સીઝનમાં વિશેષ ભોજન આપવાની જાહેરાત કરી છે. આ સમયગાળા દરમિયાન, તહેવારોની સિઝનની ઉજવણી કરવા માટે સમગ્ર ભારતમાં પ્રવાસ કરતા લોકો ભારતીય રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા ‘વ્રત થાળી’ નામના વિશેષ મેનૂનો આનંદ માણી શકશે.
કઇ રીતે મુસાફર મેળવી શકશે ફુડ?
ઇન્ડિયન રેલવેએ વ્રત થાળીની માહિતી પોતાના ટ્વીટર પર શેર કરી છે. આ ફુડને મેળવવા માટે મુસાફરોએ 1323 પર ફોન કરીને ઓર્ડર આપવાનો રહેશે. IRCTC 400 સ્ટેશનો પર આ સુવિધા આપશે. મુસાફરોને રેલવેમાં પ્રવાસ દરમિયાન ડુંગળી-લસણ વગરનું ભોજન આપવામાં આવશે.
IRCTC ફૂડ મેનૂની પ્રારંભિક કિંમત રૂ.99 થી શરૂ થાય છે. આ ખાસ નવરાત્રિ ભોજન માત્ર IRCTC ટ્રેનોમાં જ ઉપલબ્ધ હશે જે ઈ-કેટરિંગ સુવિધા આપે છે. During the auspicious festival of Navratri, IR brings to you a special menu to satiate your Vrat cravings, being served from 26.09.22 – 05.10.22. Order the Navratri delicacies for your train journey from ‘Food on Track’ app, visit http://ecatering.irctc.co.in or call on 1323.
સ્ટાર્ટર મેનુમાં આલૂ ચાપ અને સાબુદાણા ટિક્કી
સાબુદાણા ખીચડી અને પરાઠા સાથે પનીર મખમલી
અન્ય ખાદ્યપદાર્થો જેમ કે કોફ્તા કરી, અને સાબુદાણાની ખીચડી નવરાત્રી થાળી પણ ઉપલબ્ધ છે.
IRCTC નવરાત્રી વ્રત થાળી કેવી રીતે બુક કરવી?
પ્રવાસીઓ આ ખાસ નવરાત્રી 2022 વ્રત થાળીનો ત્રણ સરળ રીતે બુક કરી શકે છે.
સ્ટેપ 1: ‘આઉટલેટ પસંદ કરો’, મુસાફરોએ PNR નંબર દાખલ કરવો પડશે અને મુસાફરી માટે નજીકના રેસ્ટોરન્ટ્સ શોધવા પડશે.
સ્ટેપ 2: ‘કમ્પ્લીટ ઓર્ડર’ પર ક્લિક કરો. અહીં તમે તમારું ભોજન પસંદ કરી શકો છો અને ઓનલાઈન ચૂકવણી કરતી વખતે અથવા કેશ-ઓન-ડિલિવરી વિકલ્પ પસંદ કરતી વખતે ઓર્ડર શેડ્યૂલ કરી શકો છો.
સ્ટેપ 3: તમારુ ઓર્ડર કરેલુ ફુડ તમારી સીટ સુધી પહોંચાડવામાં આવશે.