‘પ્રાઉડ ફાધર્સ ફોર મોમેન્ટસ’ 2019માં 750 વંચિત કન્યાઓને શિક્ષણ આપવામાં મદદરૂપ થવા ફંડ ઊભું કરાશે
‘પ્રાઉડ ફાધર્સ ફોર મોમેન્ટસ’ 2019માં 750 વંચિત કન્યાઓને શિક્ષણ આપવામાં મદદરૂપ થવા ફંડ ઊભું કરવા માતાઓનો સમાવેશ પ્રોત્સાહનજનક બનશે
બાળકનો ઉછેર કરવામાં માતાઓ અને પિતાઓની બદલાતી ભૂમિકાઓને માન્યતા આપવા સૌપ્રથમ વાર ‘પ્રાઉડ ફાધર્સ ફોર ડોટર્સ’ની છઠ્ઠી એડિશન યોજાઈ હતી, જેમાં પોતાની પુત્રીઓ સાથે ફોટોગ્રાફ ક્લિક કરવા માટે માતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ‘પ્રાઉડ ફાધર્સ ફોર ડોટર્સ’ 2019 વીકેન્ડમાં 750 નન્હીકલીઓને શિક્ષિત કરવામાં મદદ માટે ભંડોળ ઊભું કરવામાં આવ્યું હતું, જે વર્ષ 2018ની એડિશનમાં ઊભા થયેલા ભંડોળ કરતાં 66 ટકા વધારે હતું.
નવી #Mission5000ની થીમ સાથે લક્ષ્યાંક 5000 વંચિત કન્યાઓને શિક્ષણ પ્રદાન કરવાનો છે. એની સાથે ‘પ્રાઉડ ફાધર્સ ફોર ડોટર્સ’ 2019 અગાઉ કરતાં વધારે મોટી ઇવેન્ટ બની હતી, જેમાં પોતાની દિકરીઓ સાથે માતા અને પિતાનાં 300થી વધારે પોર્ટ્રેટ ક્લિક થયાં હતાં.
આ પ્રયાસને જાળવી રાખીને પ્રોજેક્ટ નન્હી કલી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે પુત્રીઓનાં તમામ માતાઓ અને પિતાઓ સુધી પહોંચશે તેમજ તેમને એક પિક્ચર (ઘરે અને વધારે તો સેલ્ફી) ક્લિક કરવાની અપીલ કરશે તેમજ એને નન્હી કલીનાં હેન્ડલ્સ ટેગિંગ પર પોસ્ટ કરવાનું કહેશે, જેથી કન્યા શિક્ષણ વિશે વધારે જાગૃતિ આવે અને #Mission5000 હાંસલ કરવામાં મદદ મળે.
પ્રસિદ્ધ ફોટોગ્રાફર અતુલ કાસ્બેકર દ્વારા નિર્ભયા પ્રકરણ પછી ઊભી કરવામાં આવેલી અને મહિન્દ્રા ગ્રૂપનાં ચેરમેન આનંદ મહિન્દ્રાનું સમર્થન ધરાવતી આ પહેલ કન્યાને લઈને માનસિકતામાં પરિવર્તન કરવાની અને પૂર્વગ્રહો દૂર કરવાનો પ્રયાસ છે. વર્ષ 2014માં ‘પ્રાઉડ ફાધર્સ ફોર ડોટર્સ’ યોજાઈ હતી. ત્યારબાદ અત્યાર સુધી આ વાર્ષિક ઇવેન્ટમાં ભારતનાં જાણીતા ફોટોગ્રાફરો સામેલ થાય છે, જેમણે પિતા અને દિકરી વચ્ચેનાં વિશેષ જોડાણ પર લીધેલા સૌથી વધુ હૃદયસ્પર્શી ફોટોને પ્રદર્શિત કરવામાં આવે છે. ‘પ્રાઉડ ફાધર્સ ફોર ડોટર્સ’ પિતા પુત્રીની જોડીનાં 1200 ફોટોગ્રાફ ધરાવે છે અને 2500 વંચિત કન્યાઓને શિક્ષણ મળે એટલું ભંડોળ મેળવ્યું છે.
ચાલુ વર્ષે આઠ માસ્ટર ફોટોગ્રાફર્સે તેમનો સમય અને પ્રતિભા બે દિવસ માટે કેમેરા પર પિતા-પુત્રીની જોડીઓને ઝડપવા માટે ફાળવ્યાં હતાં, જેમાં અતુલ કાસ્બેકર, કોલ્સ્ટન જુસલિયન, જયદીપ ઓબેરોય, પ્રસાદ નાયક, તરુણ ખિવાલ, તરુણ વિશ્વા, તેજલ પટણી અને સિહલ સિપ્પી સામેલ હતાં.
સમુદાય પાસેથી પ્રેરક સમર્થન મેળવીને પ્રોજેક્ટ નન્હી કલીનો આશય દરેક મહિનાનાં એક દિવસને પ્રાઉડ ફાધર્સનાં જુસ્સાને જાળવી રાખવાનો છે , જેથી પિતા અને પુત્રીઓને કન્યા શિક્ષણનાં ઉદ્દેશને પ્રોત્સાહન આપવા અને નન્હી કલીનાં શિક્ષણે નક્કી કરેલા આશયોને સાથસહકાર મળે છે.