આલિયા ઊંઘે એટલે મારા માટે બેડની જગ્યા નાની થતી જાય છે: રણબીર
મુંબઈ, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આ મહિનાની શરૂઆતમાં રિલીઝ થયેલી બ્રહ્માસ્ત્રને બોક્સઓફિસ પર મળેલી જબરદસ્ત સફળતાને એન્જાેય કરી રહ્યા છે. આ ફિલ્મ થકી બંનેએ પહેલીવાર સાથે સ્ક્રીન શેર કરી છે અને તેમની જાેડી ફેન્સને પસંદ આવી છે.
હાલમાં જ એક ન્યૂઝ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યૂમાં એક્ટરે પત્ની સાથે એક જ બેડ પર સૂવું શા માટે મોટો ટાસ્ક છે તે પાછળનો ખુલાસો કર્યો હતો. આલિયાની કઈ એક વાત પરેશાન કરે છે તે અંગેના સવાલનો જવાબ આવતાં, રણબીરે કહ્યું હતું કે જ્યારે આલિયા ઉંઘે છે ત્યારે હલનચલન કરવાનું શરૂ કરી દે છે અને તેની બેડની જગ્યા નાની થતી જાય છે.
તેના કહેવા પ્રમાણે, આલિયાનું માથું ક્યાંક હોય છે અને પગ બીજે ક્યાંક. તે બેડના એક ખૂણામાં પડ્યો રહે છે, જે ખરેખર એક સંઘર્ષ છે. તો, આલિયા ભટ્ટને પતિની કઈ વાત ગમે છે તેવો સવાલ કરવામાં આવ્યો હતો, જેમાં પર તેણે કહ્યું હતું કે ‘મૌન’.
એક્ટ્રેસે ઉમેર્યું હતું કે, રણબીર સારો શ્રોતા છે. જાે કે, તેની આ વાત ઘણીવાર પરેશાન પણ કરે છે. કારણ કે, તેને પ્રતિક્રિયા જાેઈતી હોય છે પરંતુ તે તેમ કરતો નથી, તેમ આલિયાએ બોલિવુડ બબલ સાથેની વાતચીતમાં કહ્યું હતું. અયાન મુખર્જીની ‘બ્રહ્માસ્ત્ર’માં અમિતાભ બચ્ચન, નાગાર્જુન અક્કિનેની, ડિમ્પલ કપાડિયા તેમજ મૌની રોય પણ લીડ રોલમાં છે. જ્યારે શાહરુખ ખાને સ્પેશિયલ કેમિયો કર્યો છે.
દર્શકો તરફથી અત્યારસુધીમાં ફિલ્મને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે અને વર્લ્ડવાઈડ ૩૦૦ કરોડની કમાણી કરી લીધી છે. મેટરનિટી લીવ પર જતાં પહેલા આલિયા ભટ્ટે તેના પ્રોફેશનલ કમિટમેન્ટ પણ પૂરા કરી લીધા છે. ખૂબ જલ્દી તે રણબીર કપૂર સાથે કરણ જાેહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાણી’માં જાેવા મળવાની છે.
જેમાં ધર્મેન્દ્ર, શબાના આઝમી અને જયા બચ્ચન પણ છે. આ સિવાય તે હોલિવુડમાં પણ ડેબ્યૂ કરવાની છે અને તેનું શૂટિંગ તેણે પૂરું કરી લીધું છે. બીજી તરફ, રણબીર કપૂર સાથે ‘એનિમલ’ અને લવ રંજનની અનટાઈટલ્ડ ફિલ્મ છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર અંગત જીવનમાં પણ વ્યસ્ત છે.
તેઓ આ વર્ષના અંતમાં મમ્મી-પપ્પા બનવાના છે. કપલે એપ્રિલ, ૨૦૨૨માં લગ્ન કર્યા હતા અને જૂન, ૨૦૨૨માં ગુડન્યૂઝ સંભળાવ્યા હતા. રિપોર્ટ્સ પ્રમાણે, થનારા નાની સોની રાઝદાન તેમજ દાદી નીતૂ કપૂર અત્યંત ઉત્સાહિત છે અને તેના માટે બેબી શાવર યોજવાનું પ્લાનિંગ કરી રહ્યા છે.SS1MS