પોન્નીયન સેલ્વાન-1 ૩૦ સપ્ટેમ્બરે રિલિઝ થશે
મુંબઈ, ધ કપિલ શર્મા શોમાં આ સપ્તાહ ત્યારે ખૂબ જ ધમાલ જાેવા મળશે કારણ કે ‘પોન્નિયન સેલ્વન ૧’ની ટીમ ફિલ્મને પ્રમોટ કરવા માટે પહોંચશે. મેકર્સે આ એપિસોડનો પ્રોમો રિલીઝ કર્યો છે, જે ખૂબ જ ધમાકેદાર છે. ‘પોન્નિયન સેલ્વન-૧’ના સ્ટાર્સ વિક્રમ, ત્રિશા કૃષ્ણન, કાર્તિ અને જાયમ રવિ ધ કપિલ શર્મા શોમાં પહોંચ્યા. આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય બચ્ચન પણ છે. જાેકે તે કોઈ કારણથી શોમાં પહોંચી શકી ન હતી.
અલબત કપિલે તમિલ ફિલ્મોના સ્ટાર વિક્રમની પણ ખાસી ખેંચાઈ કરવાની સંપૂર્ણ યોજના બનાવી હતી. કપિલ શર્માએ સૌને સીટ પર બેસાડ્યા બાદ ફિલ્મની શૂટિંગ અને કહાની અંગે જ્યારે પ્રશ્ન કર્યાં અને ત્યારબાદ વિક્રમને તેમની ‘અપરિચિત’ ફિલ્મ અંગે કંઈક એવું પૂછ્યું કે સૌ હસી પડ્યા.
કપિલ શર્માએ વિક્રમને પૂછ્યું કે જ્યારે તમે ‘અપરિચિત’ શૂટ કરી રહ્યા હતા ત્યારે શું તમારા મનમાં એવો વિચાર આવ્યો હતો કે એક દિવસ કપિલ શર્માના શોરમાં જવાની તક મળશે? જવાબમાં વિક્રમે જે કહ્યું છે તે સાંભળીને સૌ ખડ ખડાટ હસવા લાગ્યા અને કપિલની બોલતી જ બંધ થઈ ગઈ.
વિક્રમ કહે છે, ‘હા, મે ક્યારેય વિચાર કર્યો ન હતો. પણ જ્યારે હું આઠમા ધોરણમાં અભ્યાસ કરતો હતો. વર્ષ ૧૯૭૬ની આ વાત છે. ત્યારે તો તારો જન્મ પણ નહીં થયો હોય, ત્યારે વિચાર કર્યો હતો કે મારે કપિલ શર્માના શોમાં જવું છે. ત્યારબાદ કપિલ શર્માએ તૃષા ક્રિષ્ણનની પ્રશંસા કરી, જેના જવાબમાં એક્ટ્રેસે તેને ‘ આઈ લવ યુ’ કહ્યું. તે સાંભળીને કપિલ શર્માએ કહ્યું- ‘મને આઈ લવ યુ ન કહેશો.
હું પાછળ પાછળ આવી જવું છું પછી. કપિલ શર્મા પોતાના શોના દરેક એપિસોડમાં એક્ટ્રેસિસ સાથે ફ્લર્ટ કરતો જાેવા મળે છે અને આ વખતે પણ તેણે આમ જ કર્યું. ઐશ્વર્યા રાય બચ્ચન ધ કપિલ શર્મા શોના આ એપિસોડમાં ક્યાર જાેવા મળી નહીં. હવે આ શો ટેલિકાસ્ટ થયા બાદ જ આ અંગે જાણવા મળશે. જાેકે હજુ જે પ્રમો ચાલી રહ્યો છે તેમા ઐશ્વર્યા ક્યાય જાેવા મળી નથી.
આમ તો ધ કપિલ શર્મા શોમાં સાઉથના સ્ટાર વિક્રમને જાેઈને ફેંસ ખૂબ જ ખુશ થઈ ગયા છે. હવે વાત કરીએ પોન્નીયન સેલ્વાન-૧ની તો તે ૩૦ સપ્ટેમ્બરના રોજ થિયેટર્સમાં રિલિઝ થશે.SS1MS