આશા કરતા ઘણું ઓછું રહ્યું વિક્રમ વેધાનું પહેલા દિવસનું એડવાન્સ બુકિંગ
મુંબઈ, બોલિવૂડ સ્ટાર રિતિક રોશન અને સૈફ અલી ખાનની અપકમિંગ ફિલ્મ ‘વિક્રમ વેધા’ ઘણી ચર્ચામાં છે. જે શુક્રવાર, તારીખ ૩૦ સપ્ટેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થશે. ‘વિક્રમ વેધા’નું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. રિપોર્ટ મુજબ, ‘વિક્રમ વેધા’નું પ્રથમ દિવસનું એડવાન્સ બુકિંગ ૪૫ લાખ રૂપિયા થયું છે. જેથી એવું અનુમાન લગાવી શકાય છે કે ‘વિક્રમ વેધા’ને જાે તગડી કમાણી કરવી હશે તો ઘણું જાેર લગાવું પડશે.
કારણકે, બોક્સ ઓફિસ પર એડવાન્સ બુકિંગમાં સારી કમાણી સીધા ઓપનિંગ ડે પર ફિલ્મને સારો પ્રતિસાદ મેળવવામાં મદદ કરે છે. નેશનલ સિનેમા ડેની અસર જાેતાં ‘વિક્રમ વેધા’ના મેકર્સે ટિકિટની કિંમત ઓછી રાખવાની જાહેરાત કરી છે. કારણકે ‘વિક્રમ વેધા’ અગાઉ સાઉથમાં બની ચૂકી છે અને તેનું હિન્દી વર્ઝન ઓટીટી પર તેમજ યુટ્યુબ પર ઉપલબ્ધ છે.
તેવામાં ‘વિક્રમ વેધા’ના મેકર્સને ખ્યાલ હશે કે નુકસાન થઈ શકે છે. તેમણે ઓછી કિંમતે ફિલ્મ દેખાડવાનો ફોર્મ્યુલા અપનાવ્યો છે. ‘વિક્રમ વેધા’નું ટ્રેલર દર્શકોને ઘણું પસંદ આવ્યું છે. સૈફ અલી ખાન અને રિતિક રોશન સ્ટારર ફિલ્મ એ તમિલમાં બનેલી ફિલ્મ ‘વિક્રમ વેધા’ની રીમેક છે.
‘વિક્રમ વેધા’ની હિન્દી રીમેકને પણ પુષ્પા-ગાયત્રીએ ડિરેક્ટ કરી છે. ‘વિક્રમ વેધા’ વિક્રમ વેતાળની લોકવાર્તા આધારિત નિયો-નોયર એક્શન થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મમાં એક સશક્ત પોલીસકર્મીને દર્શાવવામાં આવશે જે તેના જેટલા જ મજબૂત ગેંગસ્ટરને શોધીને મારી નાખવા માગે છે.
‘વિક્રમ વેધા’ આ જ નામની તમિલ બ્લોકબસ્ટરની હિન્દી રિમેક છે. તમિલ ફિલ્મમાં આર. માધવન અને વિજય સેતુપતિ લીડ રોલમાં હતા. હૃતિક રોશન ઉપરાંત આ ફિલ્મમાં લીડ રોલમાં સૈફ અલી ખાન અને રાધિકા આપ્ટે છે. વિક્રમ વેધાનું મોટાભાગનું શૂટિંગ ભારતમાં કરવામાં આવ્યું છે, જેમાં લખનઉ પણ સામેલ છે.
ફિલ્મનો એક ભાગ યુનાઈટેડ અરબ એમિરાટ્સમાં ઓક્ટોબર-નવેમ્બર ૨૦૨૧માં શૂટ કરવામાં આવ્યો હતો. કારણકે આ એકમાત્ર સ્થળ હતું જ્યાં બાયો-બબલ વાળું ઈન્ફ્રાસ્ટ્રક્ચર હતું. જ્યાં ક્રૂના સ્ટેની વ્યવસ્થા થઈ શકતી હતી.
આ ફિલ્મને ગુલશન કુમાર, ટી-સીરિઝ ફિલ્મ્સ અને રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ દ્વારા ફ્રાઈડે ફિલ્મવર્ક્સ અને સ્ટૂડિયોઝના સહયોગથી પ્રસ્તુત કરવામાં આવશે. આ ફિલ્મનું ડિરેક્શન પુષ્કર અને ગાયત્રીએ કર્યું છે. ફિલ્મમાં રાધિકા આપ્ટે પણ મહત્વના રોલમાં જાેવા મળશે.SS1MS