Western Times News

Gujarati News

શાહરુખની “જવાન” ફિલ્મે રિલીઝ પહેલા કરી ૨૫૦ કરોડની કમાણી

મુંબઈ, બોલિવૂડ કિંગ શાહરુખ ખાન આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ ‘જવાન’ના શૂટિંગમાં વ્યસ્ત છે. બોલિવૂડના કિંગ ખાન શાહરૂખની ફિલ્મ જવાનની ફેન્સ આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે.

એટલીના ડાયરેક્શનમાં બની રહેલી આ એક્શન ફિલ્મમાં શાહરૂખ લીડ રોલમાં છે ત્યારે સાઉથ સ્ટાર વિજય સેતુપતિ નેગેટિવ રોલમાં જાેવા મળશે. આ ફિલ્મમાં સાઉથ એક્ટ્રેસ નયનતારા પણ મહત્વના રોલમાં જાેવા મળવાની છે. ત્યારે મીડિયા રિપોર્ટ્‌સ મુજબ, શાહરુખ ખાનની જવાનના ડિજિટલ અને સેટેલાઈટ રાઈટ્‌સ ઘણી ઊંચી કિંમતે વેચાયા છે.

‘જવાન’ના ડિજિટલ અને સેટેલાઈટ રાઈટ્‌સ રૂપિયા ૨૫૦ કરોડની કિંમતે વેચાયા હોવાનું જાણવા મળે છે. જેમાં ‘જવાન’ના ડિજિટલ રાઈટ્‌સ નેટફ્લિક્સે જ્યારે સેટેલાઈટ રાઈટ્‌સ ઝી ટીવીએ ખરીદ્યા હોવાનું જાણવા મળે છે. હવે, મીડિયા રિપોર્ટનું માનીએ તો આ પેન-ઈન્ડિયા ફિલ્મ માટે વિજય સેતુપતિએ કરોડો રૂપિયા ફી લીધી છે.

રિપોર્ટ પ્રમાણે, વિજય સેતુપતિએ ‘જવાન’ માટે ૨૧ કરોડ રૂપિયા ફી લીધી છે. વિજય સેતુપતિએ કદાચ અત્યાર સુધી લીધેલી આ સૌથી વધુ ફી છે. કેટલાક રિપોર્ટમાં એવો પણ દાવો થઈ રહ્યો છે કે, પહેલા વિજય આ ફિલ્મ માટે ૧૫ કરોડ રૂપિયા ફી લેવાનો હતો પરંતુ તાજેતરમાં જ રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘વિક્રમ’ની બહોળી સફળતા બાદ તેણે ફી વધારી દીધી છે.

રિપોર્ટ મુજબ, શાહરૂખ ખાનની આ એક્શન ફિલ્મનો ભાગ બનવા માટે વિજયે બે ફિલ્મો જતી કરી હોવાના પણ અહેવાલ છે. રિપોર્ટનું માનીએ ‘જવાન’માં વિજયનું પાત્ર એટલું મજબૂત છે કે, તેને બીજી ફિલ્મો જતી કરવાનું દુઃખ નથી. ફિલ્મમાં વિજય વિલનના રોલમાં છે.

જવાન ૨૦૦ કરોડ રૂપિયાના મેગા બજેટમાં બની રહી છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ, સાન્યા મલ્હોત્રા અને સુનીલ ગ્રોવર પણ મહત્વના રોલમાં છે. શાહરૂખ છેલ્લે ૨૦૧૮માં આવેલી ફિલ્મ ‘ઝીરો’ બાદ ફિલ્મી પડદે દેખાયો નથી. એટલે જ ફેન્સ તેની ‘જવાન’, ‘પઠાણ’ અને ‘ડંકી’ એમ ત્રણેય ફિલ્મો માટે ઉત્સાહિત છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.