કુખ્યાત સૂકા ડુંડ અને તેની ગેંગને વેરવિખેર PIને મળ્યું IAS-IPS જેવું સન્માન
ભિલોડા PI મનીષ વસાવાનો વરઘોડો કાઢી પુષ્પવર્ષા કરી લોકોએ સન્માન કરી આપી યાદગાર વિદાય
PI વસાવાએ કુખ્યાત સૂકા ડુંડ અને તેની ગેંગને વેરવિખેર કરી નાખી- ભિલોડા વિસ્તારમાં અકલ્પીત શાંતિ ભર્યો માહોલ ઉભો કર્યો-નવ નિયુક્ત પીઆઇ એચ.પી.ગરાસીયાને ફુલહાર પહેરાવી આવકાર્યા
એક શહેરમાંથી બીજા શહેરમાં બદલી થતા અનેક આઈપીએસ અધિકારીઓનો વિદાય સમારંભ ધામધૂમથી ઉજવવામાં આવતો હોય છે તે ખૂબ સામાન્ય બાબત છે પરંતુ એક પીઆઈ કક્ષાનાં અધિકારીને આવો પ્રેમ મળે તે ખૂબ ઓછા કિસ્સામાં જોવા મળતો હોય છે.
અરવલ્લી જીલ્લાના ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઇ મનીષ વસાવાની રાજકોટ ખાતે બદલી થતા રાજકીય અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થીત રહી ભવ્ય વિદાય સમારંભ યોજી તેઓનું સન્માન કર્યું હતું.
પીઆઇ મનીષ વસાવાએ ગુજસીટોકના આરોપી સૂકો ડુંડ ફરાર થતા 24 કલાકમાં જીવના જોખમે ઝડપી પાડી પોલીસતંત્રની આબરૂ બચાવી લીધી હતી.
ભિલોડા નગર અને પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજીક તત્ત્વો થી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા પીઆઈ મનીષ વસાવાએ પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભળાતાની સાથે અસામાજીક તત્ત્વો અને બુટલેગરો પર તવાઈ બોલાવી શખ્ત કાર્યવાહી કરતા ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજીક તત્ત્વોની રંજાડ ઓછી થતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો .
ભિલોડા તાલુકા મથક ખાતે ભિલોડા પોલીસ સ્ટેશનના પી.આઈ મનીષ જી.વસાવાની રાજકોટ શહેર ખાતે બદલી થયેલ હોય ત્યાર આજ રોજ વિદાય સમારંભ સન્માનભેર યોજાયો હતો.ડી.જે. ના તાલે વાજતે – ગાજતે ઘોડા પર બેસાડી સન્માનભેર વિદાય આપાઈ હતી.
વરઘોડામાં પોલીસ સ્ટાફ અને લોકો ખુશી થી ઝૂમી ઉઠ્યા હતા રાજકીય અને સામાજીક અગ્રણીઓએ પીઆઈ વસાવાને કુમકુમ તિલક તરીકે શ્રીફળ આપી,શાલ ઓઢાડી,ફુલહાર પેહરાવી,મોમેન્ટો આપી ભાવવિભોર વિદાય અપાઈ હતી.
અરવલ્લી જીલ્લા પંચાયત સદસ્ય નીલાબેન હસમુખભાઈ મડીયા,અરવલ્લી જીલ્લા ભાજપ સંગઠન ઉપ પ્રમુખ રાજેશભાઈ નિનામા,મનોજભાઈ પટેલ,ભિલોડા ગ્રામ પંચાયત સરપંચ મુકેશભાઈ ત્રિવેદી,પ્રેરણા વિધાલય આચાર્ય રમણભાઈ પટેલ,તાલુકા પંચાયત સદસ્ય ધનજીભાઈ નિનામા, ભિલોડા ભારત વિકાસ પરિષદ શાખાના પ્રમુખ રામઅવતાર શર્મા,એડવોકેટ બી.ડી.ચંપાવત,પ્રકાશભાઈ સડાત,મગનલાલ ઠાકોર,ભિલોડા કાપડ એસોસિએશન પ્રમુખ કલ્પેશભાઈ ચૌહાણ,અજીતખાન મનસુરી,જશુભાઈ અસારી,
ભરતભાઈ પારધી,મુકેશભાઈ મહેતા,નરેન્દ્રભાઈ ભાટીયા,જશુભાઈ પંડયા સહિત પોલીસ કર્મચારીઓ,વેપારીઓ,સામાજીક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.નવિન પી.આઈ એચ.પી.ગરાસીયા ને ફુલહાર પહેરાવી વિશેષ સન્માન સાથે -સાથે સ્વાગત કરાયું હતું.નવિન પી.આઈ. એ આજથી ભિલોડા પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળ્યો હતો. દિલીપ પુરોહિત. બાયડ