બાયડ મામલતદારને સસ્તા અનાજનીદુકાનના સંચાલકોએ તેમની પડતર માંગણીઓને લઈને આવેદનપત્ર પાઠવ્યું
(પ્રતિનિધિ) બાયડ, બાયડ તાલુકાના ફેર પ્રાઇઝ શોપ એન્ડ ઓનર્સ એસોસિયેશન દ્વારા તાલુકાના તમામ પંડિત દીનદયાળ ઉપાધ્યાય સસ્તા અનાજની દુકાનદારો (સંચાલકો)એ ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એન્ડ કેરોસીન હોલ્ડર એસોસિયેશન ધ ગુજરાત ટ્રેડ યુનિયન , અમદાવાદ ના આદેશ અનુસાર જ્યાં સુધી ગુજરાત લેવલે વ્યાજબી ભાવની દુકાનદારો(સંચાલકો)ની માંગણીઓ સરકાર દ્વારા સ્વિકારવામા નહિં આવે ત્યાં સુધી માંહે ૨ ઓક્ટોબર -૨૦૨૨ ના વ્યાજબી ભાવની દુકાનના જથ્થા નુ વિતરણ કરવામાં આવશે નહીં.
એવી માંગ સાથે આજે બાયડ તાલુકાના તમામ વ્યાજબી ભાવની દુકાનના દુકાનદારો (સંચાલકો)એ બાયડ મામલતદારને આવેદનપત્ર આપી રાજ્ય એસોસિયેશનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો. બાયડ તાલુકા ફેર પ્રાઇઝ શોપ ઓનર્સ એસોસિયેશનના પ્રમુખ, પદાધિકારીઓ અને વ્યાજબી ભાવની દુકાનના સંચાલકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી બાયડ મામલતદારને આવેદનપત્ર આપી મૌખિક રજૂઆતો કરી હતી.