બાયડ જય અંબે મંદ બુદ્ધિ આશ્રમને પરિવાર સાથે મિલાપ કરાવવામાં ૨૧૫ મી સફળતા મળી
(પ્રતિનિધિ)બાયડ, છત્તીસગઢ રાજ્યના રાયપુર જિલ્લાના અભનપુર વિસ્તારના કુરુ પ્રદેશમાં ૭૫/૨ યાદવ પારા રાજપૂત હાઉસમાં રહેતા સબીહાબેન ૨૫ વર્ષ પહેલા પરિવારથી છૂટા પડી ગયા હતા. ૭/૧/૨૦૨૧ ના રોજ કઠલાલ થી આશ્રમમાં લાવવામાં આવ્યા હતા.જે સમયે કઠલાલના ડેન્ટિસ્ટ ડૉ ગઢવી સાહેબે આશ્રમને જાણ કરી હતી.
સબિહા બેન અને તેમના પરિવાર માટે જય અંબે આશ્રમ ખુશીનું કારણ બન્યો છે. મનોદિવ્યાંગ બહેનને પ્રેમ,હૂંફ, લાગણી મળતા પોતાના ઘરનું સરનામું બોલતા આશ્રમ દ્વારા તેમના ભાઈ તરૂનભાઈ રાજપૂતનો સંપર્ક કરતા ૨૪/૯/૨૦૨૨ના રોજ આશ્રમ દ્વારા બેનને રાયપુર પહોંચાડવામાં આવ્યા હતા.
આ પહેલા તેમના પરિવારે ઘણી બધી શોધખોળ કરી હતી, પણ સફળતા મળેલ હતી નહી.પોતાના માતા અને પરિવારના સભ્યોને જાેઈ લાગણીસભર દૃશ્યો સર્જાયા હતા. આ પ્રસંગે આશ્રમના પ્રમુખ અશોકભાઈ જૈન અને ટ્રસ્ટીગણે સેવાસાથી સ્ટાફગણના પ્રયત્નોને બિરદાવી આભાર માન્યો હતો.