ઈરફાનનું કરિયર ખતમ કરવા બદલ ફેને ધોનીને જણાવ્યો જવાબદાર
એક ફેને ટિ્વટ કરીને લખ્યું ઈરફાન પઠાણને જાેઉ ત્યારે એમએસ ધોની અને મેનેજમેન્ટને શ્રાપ આપુ છું
ઈરફાન પઠાણે જવાબમાં લખ્યું કોઈને જવાબદાર ન ઠેરવશો
નવી દિલ્હી,મહેન્દ્ર સિંહ ધોનીની ગણતરી ભારતીય ક્રિકેટના ઈતિહાસના શ્રેષ્ઠ કેપ્ટનમાં થાય છે અને તેમાં કોઈ શંકાને પણ સ્થાન થી. શોર્ટ બોલ ફોર્મેટમાં તે ICCની ત્રણ ટ્રોફી જીતનારો એક માત્ર કેપ્ટન છે. કેપ્ટન તરીકે તેણે ઘણા મોટા ર્નિણય લીધા હતા, જેના લીધે કેટલાકની નજરમાં વિલન બની ગયો હતો. માત્ર ફેન્સ જ નહીં પરંતુ પૂર્વ ટીમમેટ્સ તરફથી પણ તેણે જાહેરમાં ઘણું સાંભળવું પડ્યું હતું. એમ.એસ. ધોની ભલે હવે ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી ચૂક્યો હોય પરંતુ લોકો આજે પણ લોકો તેને ઈરફાન પઠાણ જેવા પ્રતિભાશાળી ખેલાડીઓનું કરિયર ખતમ કરી દેવા માટે જવાબદાર ગણે છે.
એક સમય એવો હતો જ્યારે ઈરફાન પઠાણની ગણતરી બેસ્ટ ઓલરાઉન્ડર્સમાં થતી હતી. સીમ અને સ્વિંગથી ધમાકો કર્યા બાદ, તેણે પોતાની બેટિંગ સ્કિલથી પોતાને ત્રણ ફોર્મેટમાં સેટ કરી લીધો હતો. વડોદરા સ્ટારની મહેનત જાેઈને ઘણાને લાગતું હતું કે, તે લેજેન્ડ કપિલ દેવનું સ્થાન લઈ લેશે, પરંતુ અફસોસ કે તેનું કરિયર વધારે લાંબો સમય ટકી શક્યું નહીં.
કેટલાક લોકો તેને ઈન્જરીનું કારણ બતાવે છે તો કેટલાક આજે પણ ધોનીને દોષી ઠેરવે છે. ઈરફાન પઠાણ હાલ લેજેન્ડ્સ ક્રિકેટ લીગમાં વ્યસ્ત છે અને ભીલવાડા કિંગ્સની કપ્તાની કરી રહ્યો છે. ત્યારે તેના એક ફેને ટ્વીટ કરીને લખ્યું હતું કે ‘જ્યારે પણ હું આ લીગમાં ઈરફાન પઠાણને જાેઉ છું, ત્યારે એમએસ ધોની અને મેનેજમેન્ટને શ્રાપ આપું છું.
મને વિશ્વાસ થઈ રહ્યો નથી, ઈરફાને માત્ર ૨૯ વર્ષની ઉંમરમાં વાઈટ બોલ ફોર્મેટમાં પોતાની અંતિમ મેચ રમી હતી. આ યોગ્ય નથી. સાતમા નંબરની પોઝિશન માટે કોઈ પણ ટીમ ઈરફાન પઠાણને લેવા માગશે, પરંતુ ભારતે રવિન્દ્ર જાડેજા અને બિન્નીને તક આપી’. આ ટ્વીટ આગની જેમ ફેલાઈ ગઈ હતી. ઈરફાન પઠાણના કેટલાક ચાહકોએ પણ આ વાત સાથે સંમતિ દર્શાવી હતી. જાે કે, પૂર્વ ક્રિકેટરે જે જવાબ આપ્યો તે સૌના દિલ જીતી રહ્યો છે. તેણે લખ્યું હતું ‘કોઈને પણ જવાબદાર ન ગણો. તમારા પ્રેમ માટે આભાર’.