ડાકોર હેલ્પીંગ હેન્ડ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાહતદરે ચોપડાનું વિતરણ
(પ્રતિનિધિ) સેવાલિયા, ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના યાત્રાધામ ડાકોર ખાતે છેલ્લા બે વર્ષથી સતત કાર્યરત હેલ્પીંગ હેન્ડ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, ડાકોર દ્વારા ડાકોર ગામમાં નવા સત્રથી અભ્યાસ કરતાં બાળકોને કોઇપણ જાતના ભેદભાવ વગર મોબીન વહોરા, (પ્રમુખ), ઇરફાન વહોરા (ભાણો) (ખજાનચી),રીઝવાન વહોરા (લાલો) (મંત્રી), ના નેત્રુત્વ હેઠળ રાહતદરે ચોપડા વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું તા.૧૫-૬-૨૦૧૯ ના રોજ ડાકોર ગામે રાકેશભાઇ ઉપાધ્યાય (મેથ્યુસ)ની ઓફીસ ખાતેથી વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં વિજયભાઇ પટેલ, જીયાઉદીન વહોરા, ઇમરાનભાઇ વ્હોરા, કાદરભાઇ વહોરા, રાકેશભાઇ ઉપાધ્યાય (મેથ્યુસ) વિગેરે મહેમાનો હાજર રહયા હતા. કાયઁક્રમને સફળ બનાવવામાં રાજુભાઇ વહોરા (ઘડીયાળી), સલમાન વ્હોરા, એઝાઝ વ્હોરા, ઇકબાલભાઇ વહોરા (વહોરવાડ) એ સાથ સહકાર આપ્યો હતો.
વધુમાં તા.૧૬-૬-૨૦૧૯ ના રોજ ઠાસરા, અંગાડી, સેવાલીયા,પણ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યુ હતું. જેમાં સેવાલીયા ખાતે સવારે ૯ઃ૩૦ વાગે ચા-વાલા હોલમાં ચોપડા વિતરણ કાયઁર્ક્મ રાખવામાં આવ્યો હતો. જેમાં હાજી શકીલભાઇ ચાવાલા, રફીકભાઇ પટેલ વિગેરે મહેમાનોએ હાજર રહી કાયઁક્રમને સફળ બનાવ્યો હતો. અંગાડી ગામે બપોરે ૩ઃ૦૦ વાગે અંગાડી ગામે વસીમભાઇ યાકુબભાઇની ઓફીસેથી ચોપડાનું વિતરણ કરવામાં આવ્યુ હતું. જેમાં યાકુબભાઇ ઇસુબભાઇ વહોરા, વસીમભાઇ યાકુબભાઇ વહોરા, ઇમરાનભાઇ, ઐયુબભાઇ યાકુબભાઇ વહોરા વિગેરે મહેમાનોએ હાજર રહી કાયઁક્રમને સફળ બનાવ્યો હતો. ઠાસરા ગામે સાંજે ૪ઃ૩૦ વાગે મદ્રસ-એ-નુરૂલ ઇસ્લામમાં ચોપડા વિરતણ કાયઁર્ક્મ રાખવામાં આવ્યો હતો. જેમાં નિસારઅલી કે.સૈયદ (તલાટી), હાજી શૌક્તઅલી સૈયદ, કમરઅલી એ.સૈયદ વિગેરે મહેમાનોએ હાજર રહી કાયઁક્રમને સફળ બનાવ્યો હતો.*