અન્યાયની ભરપાઈ કરવા માટે કોઈ અન્ય સાથે ના ઈન્સાફી ન કરી શકાયઃ સુપ્રિમ
નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ગુનાનો ભોગ બનેલી વ્યક્તિ સાથે થયેલા અન્યાયની ભરપાઈ કરવા માટે કોર્ટ કોઈને અન્યાયનો શિકાર ન બનાવી શકે. સર્વોચ્ચ અદાલતે આ ટીપ્પણી છ વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના આરોપમાં મૃત્યુદંડની સજા પામેલા એક વ્યક્તિને વ્યક્તિને નિર્દોષ જાહેર કરતી વખતે કહ્યું હતું.
કોર્ટે કહ્યું કે, ફરિયાદ પક્ષના સાક્ષીઓ દ્વારા આપવામાં આવેલા નિવેદનોમાં ગંભીર વિરોધાભાસ છે અને ટ્રાયલ કોર્ટ અને હાઈકોર્ટ બંને દ્વારા તેની સંપૂર્ણ રીતે નજર અંદાજ કરવામાં આવી છે. જસ્ટિસ એસ અબ્દુલ નઝીર, એએસ બોપન્ના અને વી રામસુબ્રમણ્યમની બેન્ચે પણ પોતાના આદેશમાં એમ પણ કહ્યું કે, આરોપી એટલો ગરીબ છે કે તે સેશન્સ કોર્ટમાં પોતાની વાત રજૂ કરવા માટે વકીલ રાખવાનો ખર્ચ ઉઠાવવાની સ્થિતિમાં નહોતો.
ખંડપીઠે આ મામલાની યોગ્ય તપાસ ન કરવા બદલ ફરિયાદીની પણ ટીકા કરી હતી. બેન્ચે કહ્યું કે અમે એ હકીકતને નજર અંદાજ નથી કરતા. આ છ વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાનો ભયાનક મામલો છે.
ફરિયાદ પક્ષે યોગ્ય રીતે તપાસ ન કરીને પીડિતાના પરિવાર સાથે અન્યાય કર્યો છે. કોઈપણ જાતના પુરાવા વગર અપીલકર્તાને દોષી ઠેરવવામાં આવ્યો હતો.HS1MS