Western Times News

Gujarati News

ધનસુરા તાલુકાના શિકા ચોકડી ખાતે વિદેશી દારૂની હેરફેર દરમિયાન આરોપીની ધરપકડ

(તસ્વીરઃ- દિલીપ પુરોહિત, બાયડ)
(પ્રતિનિધિ) બાયડ,  અરવલ્લી જિલ્લા ધનસુરા તાલુકામાં ધનસુરા પોલીસ એ પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ અરવલ્લી – મોડાસા તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ફાલ્ગુની બેન પટેલ મોડાસા વિભાગ મોડાસા નાઓએ જિલ્લા માં ગેરકાયદેસર રીતે ચાલતી ગુનાહિત પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે નાબૂદ કરવા માર્ગદર્શન તથા સૂચનાઓ આપેલ હોય જે અન્વયે ધનસુરા પોલીસ સ્ટેશન ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર આર દેસાઈ નાઓએ બાતમી ની હકીકત મળેલ કે મારુતિ ઝેન ગાડી નંબર ય્ત્ન ૦૩ ડ્ઢડ્ઢ ૫૮૪૭ નો ચાલક પોતાના કબજાની ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી મોડાસા થી નડિયાદ તરફ જનાર છે જે બાતમી હકીકત આધારે પોલીસ સ્ટાફના માણસો સાથે શિકા ગામે નાકાબંધી વાહન ચેકિંગ દરમિયાન મોડાસા તરફથી આવતી મારૂતિ ઝેન ગાડી નો ચાલક પોલીસની નાકાબંધી તથા વાહન ચેકીંગ જોઈ પોતાના કબજાની ગાડી રોડની સાઈડમાં મુકી નાસવા જતાં પોલીસના માણસો એ પીછો કરી મારુતિ ઝેન ગાડી નંબર ય્ત્ન ૦૩ ડ્ઢડ્ઢ ૫૮૪૭ ના ચાલક મુકેશભાઈ ઉર્ફે મુન્નો રણછોડભાઈ જાતે કોળી પટેલ રહે મકાન નંબર ૪૨ એકતાનગર મંજીપુરા રોડ નડિયાદ તાલુકો નડિયાદ જિલ્લો ખેડા પકડી લીધેલ અને સદરી મારુતિ ઝેન ગાડીમાંથી પરપ્રાંતીય ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ ૧૦૨ કિંમત રૂપિયા ૫૧૦૦૦/- તથા મારુતિ ઝેન ગાડી નંબર ય્ત્ન ૦૩ ડ્ઢડ્ઢ ૫૮૪૭ કિંમત રૂપિયા ૧૦૦૦૦૦/- મળી કુલ કિંમત રૂ ૧૫૧૦૦૦/- ના મુદ્દામાલ સાથે હેરાફેરી કરતી વખતે પોલીસની નાકાબંધી દરમિયાન મુદ્દામાલ સાથે મળી આવી પકડાઈ જય ગુનો કરેલ હોય સદરી ધી ઈસમ વિરુદ્ધ ગુજરાત પ્રોહી એક્ટ ૬૫ (એ)( ઇ) ૧૧૬ (બી)૯૮(૨) મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.