જગાણા ખાતે બનાસ ઉમંગ મોલનું ભવ્ય ઉદઘાટન થયું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/09/2909-palanpur.jpg)
(પ્રતિનિધિ) પાલનપુર, પાલનપુર તાલુકાના જગાણા દૂધમંડળી દ્વારા નવિનડેરી, ઉમંગમોલ, દાણગોડાઉનના લોકાર્પણ પ્રસંગે આ કાર્યક્રમના અધ્યક્ષ અને ઉદધાટક પૂર્વ કેન્દ્રીય ગૃહરાજયમંત્રી હરિભાઈ ચૌધરી અને આ કાર્યક્રમના મુખ્ય મહેમાન બનાસડેરીના ડિરેક્ટર ભરતભાઇ, દિનેશભાઈ ના વરદ્ હસ્તે રિબીન કાપી ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો.
નવિનડેરી અને નવામોલ તેમજ દાણગોડાઉનના ઉદધાટન પ્રસંગે ડેરીના ચેરમેન બાબુભાઇ ચૌધરી, જગાણા સરપંચ પ્રહલાદભાઈ પરમાર,રતીભાઈ લોહ, ડેરીના મંત્રી દેવજીભાઈ જુઆ, મોતીભાઈ જુઆ,ભેમજીભાઈ ચૌધરી, રમેશભાઈ દેસાઈ, દિલીપભાઈ કરેણ જેવા અગ્રણીઓ હાજર રહયા હતા અને વિશાળ સંખ્યામાં પશુપાલકો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને શોભાવ્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમ જગાણા દૂધ મંડળીના ચેરમેન,મંત્રી અને કમિટી સભ્યશ્રીઓ,તથા કર્મચારીઓના અથાગ પ્રપત્નોથી તેમજ દૂધમંડળીના સંચાલન દ્વારા આ કાર્યક્રમ ખુબજ સુંદર રીતે સફળ થયો હતો ગુરૂમહારાજની અતિ પવિત્ર પરિસરમાં વિશાળ સંખ્યામાં પશુપાલકો,સભાસદો, ઉપસ્થિત રહયા હતા.