ભરૂચના ૧૮ જેટલા મુખ્ય રસ્તાઓનું રાજ્યના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના હસ્તે ખાતમહુર્ત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/09/2909-Bharuch-4.jpg)
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લામાં વિધાનસભાની ચૂંટણીને લઈ હવે વિવિધ ખાતમુર્હુત અને લોકાર્પણ કરવામાં આવી રહ્યા છે.જેના ભાગરૂપે ભરૂચ શહેરમાં વિવિધ વિકાસના કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતગર્ત ૩ કરોડ રૂપિયાના ખર્ચે શહેરના ૧૮ રસ્તાઓના નવીનીકરણ માટેની ખાતમુર્હુત વિધિ રાજ્યના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના હસ્તે કરાય હતી.
તાજેતરમાં વરસેલા વરસાદના કારણે અનેક માર્ગો ધોવાઈ જવાના પગલે બિસ્માર બન્યા છે.જેના પગલે બિસ્માર બની ગયેલા માર્ગો સહિત અન્ય રસ્તાઓના નવીનીકરણ માટેના ખાતમુર્હુતો અને લોકાર્પણના કાર્યક્રમો યોજાય રહ્યા છે.
ત્યારે ભરૂચના સોનેરી મહેલ ખાતે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતગર્ત ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોના ૧૮ માર્ગોના નવીનીકરણ માટે ૩ કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હોવાના કારણે માર્ગના નવીનીકરણ માટે ખાતમુર્હુત વિધિ ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે કરાઈ હતી.
આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા,ચીફ ઓફિસર દશરથસિંહ ગોહિલ,બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મીસ્ત્રી,વોર્ડના નગર સેવકો સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને નગરજનો જાેડાયા હતા.