યુએસના વિઝા માટે દિલ્હીનો એપોઈન્ટમેન્ટ વેઇટિંગ ટાઈમ ૮૩૩ દિવસ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/09/Visa-1024x576.webp)
નવી દિલ્હી, યુએસ સરકારની એક વેબસાઈટ દર્શાવે છે કે ભારતીય વિઝા અરજદારોને માત્ર એપોઈન્ટમેન્ટ લેવા માટે ૨ વર્ષથી વધુ રાહ જાેવાની જરૂર છે, જ્યારે ચીન જેવા દેશો માટે સમય મર્યાદા માત્ર બે દિવસની છે.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટની વેબસાઈટ બતાવે છે કે દિલ્હીથી વિઝિટર વિઝા માટે અરજી કરવા માટે ૮૩૩ દિવસ અને મુંબઈથી એપોઈન્ટમેન્ટ વેઈટીંગ ટાઈમ ૮૪૮ દિવસનો છે. તેનાથી વિપરીત, બેઇજિંગ માટે રાહ જાેવાનો સમય માત્ર ૨ દિવસ છે અને ઇસ્લામાબાદ માટે ૪૫૦ દિવસ છે. સ્ટુડન્ટ વિઝા માટે, દિલ્હી અને મુંબઈ માટે એપોઈન્ટમેન્ટ વેઈટીંગ ટાઈમ ૪૩૦ દિવસ છે.
આશ્ચર્યજનક રીતે, ઇસ્લામાબાદ માટે તે આ સમય ફક્ત ૧ દિવસ છે, અને બેઇજિંગ માટે ૨ દિવસ છે. વિદેશ મંત્રી એસ જયશંકરે ગઈકાલે અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન સાથે ભારત તરફથી વિઝા અરજીઓના બેકલોગનો મુદ્દો ઉઠાવ્યો હતો.
તેમણે આ વિશે મીડિયાને કહ્યું, ‘મેં યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ એન્ટની બ્લિંકનને સૂચન કર્યું હતું કે આ બાબતને વધુ સારી રીતે પાર પાડવા અમેરિકાની સરકારને ભારત સરકારની મદદની જરૂર હોય તો અમે તેના માટે તૈયાર છીએ. પરંતુ, આ એક એવો મુદ્દો છે જે મુખ્યત્વે યુ.એસ. પર આધાર રાખે છે.
આ બાબતે અમે તેમને દરેક રીતે સહકાર આપીશું. સૂત્રો કહે છે કે આ બેકલોગ કોરોના મહામારી દરમિયાન ઓછી અરજીઓને કારણે વિઝા પ્રક્રિયાની સંભાળતા સ્ટાફની સંખ્યામાં ઘટાડો થવાને કારણે થઇ છે.
કોવિડ પછીના સમયગાળા દરમિયાન ભારતમાંથી વિદ્યાર્થી અને વિઝિટર વિઝા બંને માટેની અરજીઓમાં ઘણો વધારો થયો હતો, તે સમયે પૂરતો સ્ટાફ ન હોવાથી આ અરજીઓની પ્રક્રિયા કરવામાં વિલંબ થતો હતો.
યુએસ એમ્બેસીના પ્રવક્તા ક્રિસ એલ્મસે આ મુદ્દે એનડીટીવીને જણાવ્યું હતું કે, ‘ભારતમાં મોટાભાગે મહામારી દરમિયાન યુએસ મિશન ખુલ્લું હતું, પરંતુ લોકડાઉન અને સોશિયલ ડિસ્ટનસિંગ જેવા પ્રતિબંધોને કારણે દરરોજ અરજદારોની સંખ્યા મર્યાદિત કરવી પડી હતી.’
તેમણે જણાવ્યું હતું કે, બધી કેટેગરીના નોન-ઇમિગ્રન્ટ અને નોન-ઇમિગ્રન્ટ વિઝિટર વિઝા માટે પહેલી વાર અને પરત આવનાર અરજદારો માટે પ્રક્રિયા ફરી શરૂ થઈ ગઈ છે.”
આ ઉનાળાના સત્રમાં વિદ્યાર્થીઓ તેમની શૈક્ષણિક સંસ્થાઓમાં સમયસર પહોંચે તે માટે અમે પ્રાથમિકતાના આધારે ૮૨,૦૦૦ કરતાં વધુ વિદ્યાર્થી વિઝા જાહેર કર્યા છે. પરિણામે, આ વર્ષે અન્ય કોઈપણ દેશ કરતાં વધુ ભારતીય વિદ્યાર્થીઓ યુએસ જઈ રહ્યા છે.
તેમણે કહ્યું કે આ માટે નવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી રહી છે. તેમને ટ્રેઇનિંગ આપવામાં આવી રહી છે, અને કોન્સ્યુલર સુવિધાઓને અપગ્રેડ કરવામાં આવી રહી છે, જ્યારે આગામી મહિનાઓમાં હૈદરાબાદમાં નવું સુવિધા કેન્દ્ર શરૂ થવાની તૈયારીમાં છે.SS1MS