બુમરાહ આઉટ થતા સિરાઝને ટીમમાં સ્થાન
નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ ટીમને આઈસીઆઈસી ટી૨૦ વિશ્વ કપ પહેલા જ જાેરદરા ઝટકો લાગ્યો છે. ટીમનો અનુભવી ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. તેણે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T૨૦ મેચ પહેલા પ્રેક્ટિસ દરમિયાન પીઠમાં દુખાવાની ફરિયાદ કરી હતી. હવે ફાસ્ટ બોલર સિરાઝ અહેમદનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
બુધવારે બુમરાહ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચની શ્રેણીની પ્રથમ મેચ રમી શક્યો નહોતો. બીસીસીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર હવે બુમરાહ ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી૨૦ વર્લ્ડ કપમાંથી બહાર થઇ શકે છે.
બોર્ડ મારફત તેની ઈજાને લઈને બુધવારે કહેવામાં આવ્યું કે મેડિકલ ટીમ તેના પર નજર રાખી રહી છે. જેના એક દિવસ બાદ હવે તે વર્લ્ડ કપમાંથી બહાર હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. સાઉથ આફ્રિકા સામેની શ્રેણીમાં બુમરાહના ટીમમાંથી બહાર થવાનાં કારણે હવે મોહમ્મદ સિરાઝને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
બીસીસીઆઈ દ્વારા સત્તાવાર રીતે આજે આ સમાચારની જાહેરાત કરવામાં આવી હતી. ઈંગ્લેન્ડ પ્રવાસ પર રમાયેલી શ્રેણી દરમિયાન તે ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારથી તે રિહેબમાં હતો અને એશિયા કપમાં પણ રમ્યો નહોતો. તે જ મહિનામાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ઘરઆંગણે ટી૨૦ શ્રેણીમાં તેણે ઈજામાંથી પુનરાગમન કર્યું હતું.
આ સિરીઝમાં તે માત્ર બે જ મેચ રમી શક્યો હતો. ઓક્ટોબર-નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયામાં T-૨૦ વર્લ્ડ કપ રમાવાનો છે. આ મોટી ટૂર્નામેન્ટ પહેલા ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ અને પૂર્વ ક્રિકેટર માર્ક વોએ T-૨૦ વર્લ્ડ કપ માટે પાંચ ખેલાડીઓની પસંદગી કરી છે, જે તેની નજરમાં વર્લ્ડ કપમાં ધૂમ મચાવી શકે છે. આ લિસ્ટમાં ટોચ પર બુમરાહનું નામ હતું.SS1MS