Western Times News

Gujarati News

સિંગર શાન પોતાના ૫૦મા જન્મદિવસમની ઉજવણી કરી

મુંબઈ, પોતાના અવાજથી લોકોને દિવાના બનાવનાર સિંગર શાન પોતાનો ૫૦મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ભારતીય પ્લેબેક સિંગર, કંપોઝર, એક્ટર અને ટીવી હોસ્ટ તરીકે પ્રખ્યાત, શાને તેના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જાેયા છે. શાન નામના પ્રખ્યાત પ્લેબેક સિંગર શાંતનુ મુખર્જીનો જન્મ ૩૦ સપ્ટેમ્બર ૧૯૭૨ના રોજ મધ્ય પ્રદેશના ખંડવામાં થયો હતો. શાનને સંગીત વારસામાં મળ્યું છે.

શાનના દાદા જહર મુખર્જી જાણીતા ગીતકાર હતા અને પિતા માનસ મુખર્જી સંગીત નિર્દેશક હતા. જ્યારે શાન માત્ર ૧૩ વર્ષનો હતો ત્યારે તેના માથા પરથી તેના પિતાની છત્રછાયા ગુમાવી હતી. માતા સંગીતમાં જાેડાઈ અને ઘર ચલાવવા લાગી. શાને નાની ઉંમરે જ જાહેરાત ફિલ્મો માટે જિંગલ્સ ગાવાનું પણ શરૂ કરી દીધું હતું.

૧૭ વર્ષની ઉંમરે ફિલ્મમાં પહેલીવાર ગાયું હતું, ત્યારથી ગાવાનું શરૂ થયેલુ આજે પણ યથાવત છે. શાન એક સફળ ગાયક, સંગીતકાર અને હોસ્ટ છે જે પોતાનો ૫૦મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. શાન એવો ગાયક છે જે લાઈમ લાઈટમાં નથી રહેતો. ખૂબ જ શાંત અને ગંભીર ગર્વ માટે કહી શકાય કે વારસામાં સંગીત મળ્યું છે.

શાનની બહેન સાગરિકા પણ સિંગર છે. બાળપણમાં કેટલીક મુશ્કેલ પરિસ્થિતિઓ હતી પરંતુ રિયાઝ ચાલુ રહ્યો. ૧૯૮૯માં, શાનને માધુરી દીક્ષિત, અનિલ કપૂર અને નાના પાટેકરની બ્લોકબસ્ટર હિટ ફિલ્મ પરિંદામાં ગાવાની તક મળી. તે જ વર્ષે, શાને તેની બહેન સાગરિકા સાથે મળીને પ્રથમ વખત એક મ્યુઝિક કંપની માટે ગીતો ગાયા.

આરડી બર્મનનું ગીત ‘રૂપ તેરા મસ્તાના’ રિમિક્સ ગાયું હતું જે ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. બહેન ભાઈનું આ આલ્બમ હિટ રહ્યો હતો. શાનને વાસ્તવિક ઓળખ ‘ભૂલ જા’ અને ‘તન્હા દિલ’ ગીતોથી મળી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.